સુનંદા અને થરૂરે કહ્યું: અમે ખુશહાલ દંપતિ છીએ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શશી થરૂરે પોતાની પત્નીની સાથે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં બંનેએ કહ્યું છે કે અમે બંને 'ખુશહાલ દંપતિ છીએ' પરંતુ 'કેટલાક અનાધિકૃત ટ્વિટસ'ના લીધે પરેશાન છીએ.

શશી થરૂરે ફેસબુક પેજ પર જોવા મળતા નિવેદનમાં કહ્યું હતું કે 'અમારા ટ્વિટર એકાઉન્ટ વડે કેટલાક અનાધિકૃત ટ્વિટ્સના લીધે ઉપજેલા અશોભનિય વિવાદથી અમે વ્યથિત છીએ.' આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કથિત રીતે એક પાકિસ્તાની મહિલા પત્રકાર દ્વારા મોકલવામાં અંતરંગ મેસેજોને શશી થરૂરના ટ્વિટર ખાતા પર પોસ્ટ કરી દેવામાં આવ્યા હતા. ટ્વિટર પર શશી થરૂરના ફોલોવર્સ મોટી સંખ્યામાં છે.

શશી થરૂરની પત્ની સુનંદાએ માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર દાવો કર્યો છે કે કથિત રીતે લાહોરની પત્રકાર મેહર તરાર દ્વારા શશી થરૂરને મોકલવામાં આવેલા અંતરંગ સંદેશ તેમને જ પોતાના પતિના ખાતાથી પોસ્ટ કર્યા હતા જેથી દુનિયાને બતાવી શકે કે 'કયા પ્રકારે તે મારા પતિની પાછળ પડી છે.'

sunanda-pushkar-shashi-tharoor

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'અમે આ વાત પર ભાર મૂકીએ છીએ કે અમે ખુશી-ખુશી દાંમત્ય જીવન જીવી રહ્યાં છે અને અને આમ જ રહેવા માંગીએ છીએ. સુનંદા પુષ્કર બિમાર હતી અને તેને આ અઠવાડિયે જ ભરતી કરાવવામાં આવી હતી અને તેમને આરામની જરૂરિયાત છે. અમે આભારી રહીશું જો મીડિયા અમારી ગોપનીયતાનું સન્માન કરો.

English summary
In an indecorous controversy surrounding Shashi Tharoor, the Union Minister's wife Sunanda Tharoor on Wednesday alleged that her husband was having an “extra-marital affair” with a Pakistan-based journalist.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.