‘હર હર મોદી' નો જવાબ ‘બોલ બમ બમ' થી આપશે કોંગ્રેસ, જાણો શું છે રણનીતિ
રાહુલ ગાંધીની રેલીઓમાં હવે ‘હર હર મહાદેવ' અને ‘બમ બમ ભોલે' નો ઉદઘોષ સાંભળવા મળી રહ્યો છે.
પોતાના યુવરાજ રાહુલ ગાંધીને પૂરેપૂરા શિવભક્ત સાબિત કરવામાં લાગેલ કોંગ્રેસ પક્ષ હવે એક નવી રણનીતિ પર કામ કરી રહ્યો છે અને આ જ કારણે રાહુલ ગાંધીની રેલીઓમાં હવે 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે' નો ઉદઘોષ સાંભળવા મળી રહ્યો છે. કૈલાશ માનસરોવર યાત્રાથી દર્શન કરીને પાછા આવેલા રાહુલ ગાંધીની દરેક સભામાં હવે ભગવાન શિવના નારા સાંભળવા મળે છે.

કોંગ્રેસે બનાવી ખાસ રણનીતિ
હવે રાહુલ ગાંધી મંદિર-મઠોની યાત્રા કરી રહ્યા છે, ગુજરાત વિધાનસભા બાદથી રાહુલ ગાંધી એક નવા રૂપમાં લોકોની સામે આવી રહ્યા છે. આજે તેમનો પક્ષ જોર જોરથી બૂમો પાડી રહ્યો છે કે રાહુલ ગાંધી શિવભક્ત છે અને કદાચ આની પાછળનું કારણ કોંગ્રેસની હિંદુ વિરોધી છબી તોડવાની કોશિશ છે.

કોંગ્રેસની હિંદુ વિરોધી છબી તોડવાની કોશિશ
આ જ કારણોસર રાહુલ ગાંધીની મંદિર યાત્રા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ચાલુ રહેશે. હવે આનો ફાયદો રાહુલ ગાંધી અને તેમના પક્ષને મળે છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ એમાં કોઈ શક નથી કે કોંગ્રેસ સામ-દામ-દંડ-ભેદ સાથે ‘બોલ બમ બમ' ના નારા લગાવી રહી છે.

કોંગ્રેસને ગણાવી હતી ‘પ્રો-મુસ્લિમ પાર્ટી'
રાજકીય પંડિતો મુજબ વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની સમીક્ષા માટે બનાવાયેલી એંટની કમિટિએ પક્ષની ‘પ્રો-મુસ્લિમ' કે ‘હિંદુ વિરોધી' છબીને પક્ષની હારનું મોટુ કારણ ગણાવ્યુ હતુ. આ જ ધારણા બદલવા માટે રાહુલે હવે મંદિરોમાં માથુ ટેકવાનું શરૂ કરી દીધુ છે.

‘હર હર મોદી' નો જવાબ ‘બોલ બમ બમ' થી
તમને યાદ હશે કે 2014 ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સભાઓમાં ‘હર હર મોદી' ના નારા લાગતા હતા. ભાજપની સભાઓમાં ‘જય શ્રી રામ' ના નારા પણ બહુ લાગતા હતા. હવે 2019 લોકસભા ચૂંટણી અને તેની પહેલા અમુક રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ હવે ‘બમ બમ ભોલે' ના સહારે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
