For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ત્રણ આંકડામાં છુપાયેલું છે મોદીની પ્રચંડ જીતનું રહસ્ય

જો બેઠકો પ્રમાણે વિચારો તો આ વખતે પીએમ મોદીની જીતમાં 21 બેઠકોનો વધારો થયો છે. પરંતુ હકીતમાં આ જીત તેના કરતા ઘણી મોટી છે, તેના માટે ઉંડાણપુર્વક સમજવું જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભાજપને પૂર્ણ બહુમત મળી ચુકી છે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. જો બેઠકો પ્રમાણે વિચારો તો આ વખતે પીએમ મોદીની જીતમાં 21 બેઠકોનો વધારો થયો છે. પરંતુ હકીતમાં આ જીત તેના કરતા ઘણી મોટી છે, તેના માટે ઉંડાણપુર્વક સમજવું જરૂરી છે. ચાલો જાણીએ કે ત્રણ આંકડાથી એ સ્પષ્ટ છે કે જે વિશાળ જીતની ચર્ચા છે, તેનો આધાર કેટલો મોટો અને ભવ્ય છે.

આ પણ વાંચો: મોદીની સુનામીમાં પણ ન હલ્યો કોંગ્રેસનો આ દિગ્ગ્જ નેતા, પહેલા કરતાં વધુ સીટો અપાવી

પૂર્ણ બહુમતીવાળી બેઠકોમાં મોટો વધારો

પૂર્ણ બહુમતીવાળી બેઠકોમાં મોટો વધારો

2014માં મોદી લહેરમાં ભાજપને 136 લોકસબા બેઠકો પર 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા. પરંતુ 2019માં આ આંકડો 224 બેઠકો સુધી પહોંચ્યો છે. કોઈ પણ બેઠક પર 50 ટકાથી વધુ વોટ મળવા કેટલા મહત્વના છે કે તે એના પરથી સમજી શકાય કે બંધારણમાં સંસદ, વિધાનસભા અથવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે 50 ટકાથી વધુ બેઠક હોવાની શરત મૂકાઈ છે. આ 50 ટકાથી વધુ વોટનો અર્થ છે કે સાધારણ નહીં પરંતુ પૂર્ણ બહુમતવાળા વોટ. એટલું જ નહીં જો ભાજપને મળેલા કુલ વોટ જોઈએ તો તેમાં પણ 2019માં 6.4 ટકાનો વધાર થયો છે અને હવે તે વધીને 37.4 ટકા પર પહોંચ્યો છે. આ આંકડો કોંગ્રેસને મળેલા 19.5 ટકા કુલ વોટ કરતા બમણો છે.

ભાજપે જીતમાં આ રીતે કર્યુ ડોમિનેટ

ભાજપે જીતમાં આ રીતે કર્યુ ડોમિનેટ

2019માં મોદી લહેરનો પ્રભાવ એટલો હતો કે ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં ભાજપે ક્લીન સ્વીપ કરી છે. ગુજરાત, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તો ભાજપે એવી જીત મેળવી છે કે તેની જીતની ઓછામાં ઓછી સરસાઈ પણ લાખોમાં છે. ગુજરાતમાં ભાજપના સાંસદની જીતનું ઓછામાં ઓછું માર્જિન 1.30 લાખ, તો દિલ્હી અને ઉત્તરાખંડમાં 2.30 લાખ અને હિમાચલ પ્રદેશમાં તો આ આંકડો 3.30 લાખનો રહ્યો છે.

ટોપ 5 માર્જિનથી જીતનારા તમામ સાંસદો ભાજપના

ટોપ 5 માર્જિનથી જીતનારા તમામ સાંસદો ભાજપના

આ વખતે ટોપ 5 માર્જિનથી જીતનાર તમામ સાંસદો ભાજપના જ છે. એમાંથી 4 સાંસદોની જીતની સરસાઈ 6 લાખ વોટથી વધુ છે અને ફક્ત 1 સાંસદની જીતની સરસાઈ 6 લાખથી થોડી ઓછી છે. આ તમામાં સૌથી વધુ વોટથી જીતનાર સી આર પાટિલે ગુજરાતમાં નવસારીમાં પોતના નજીકના ઉમેદવારે 6 લાખ 89 હજાર 668 વોટથી હરાવ્યા છે. બીજા નંબરે હરિયાણાની કરનાલ બેઠક પરથી જીતનાર સંજય ભાટિયા છે. જેમણે 6 લાખ 56 હજાર 142 વોટથી જીત મેળવી છે. ત્રીજા નંબરે પણ હરિયાણાની ફરીદાબાદ બેઠક પરથી જીતનાર કેન્દ્રીય પ્રધાન કૃષ્ણ પાલ છે. તેમણે 6 લાખ 38 હજાર 239 વોટથી જીત મેળવી છે. ચોથા નંબરે રાજસ્થાનની ભીલવાડા બેઠકથી સુભાષચંદ્ર બહેડિયાએ 6 લાખ 12 હજાર મતથી વિજય મેલવ્યો છે. પાંચમા નંબરે ગુજરાતની વડોદરા બેઠકથી જીતનાર રંજનબહેન ભટ્ટ છે. તેમણે પોતાના નજીકના ઉમેદવારને 5 લાખ 89 હજાર 177 વોટથી પરાજય આપ્યો છે.

English summary
The 3 figures are hidden in the mystery of Pm Modi enormous victory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X