કઈ બિમારી સામે ઝઝૂમી રહ્યા છે અટલ બિહારી વાજપેયી
છેલ્લા 9 સપ્તાહથી એઈમ્સમાં ભરતી થયેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે. તેમની તબિયત સતત કથળ રહી છે. એઈમ્સમાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
છેલ્લા 9 સપ્તાહથી એઈમ્સમાં ભરતી થયેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે. તેમની તબિયત સતત કથળ રહી છે. એઈમ્સમાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ નેતા મોડી રાત સુધી એઈમ્સ પહોંચતા રહ્યા.

ડૉક્ટરોએ જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત સતત કથળી રહી છે. વાજપેયી કિડની ઈન્ફેક્શન, છાતીમાં સંકુલન અને પેશાબ ઓછો થવાને કારણે 11 જૂનથી એઈમ્સમાં ભરતી છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી વર્ષ 2009 થી ડિમેન્શિયાથી પીડિત છે.
આ બિમારીના કારણે હંમેશા વ્યક્તિ પોતાનું દૈનિક કાર્ય વ્યવસ્થિત કરી શકતુ નથી. તેની યાદશક્તિ એટલી નબળી પડી જાય છે કે તે ક્યારેક ક્યારેક પોતાનું નામ, વર્ષ અને મહિનો પણ ભૂલી જાય છે. આ બિમારીના કારણે વ્યક્તિ બોલતી વખતે શબ્દો ભૂલી જાય છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિનો મૂડ પણ વારંવાર બદલતો રહે છે. ઉંમર વધવાની સાથે ઘણી વાર લોકો તેના શિકાર બની જાય છે.
આ બિમારીના કારણે વ્યક્તિને નામ, જગ્યા, તરત કરેલી વાતચીતને યાદ રાખવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. તેના વ્યવહારમાં ફેરફાર થવા લાગે છે. ચાલવા ફરવામાં મુશ્કેલી થવા લાગે છે. વ્યક્તિ વ્યવસ્થિત જમી પણ શકતા નથી. આ બિમારી બીજી બિમારીઓનું પણ કારણ બને છે.












Click it and Unblock the Notifications
