For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, કોંગ્રેસનો હંગામો, ભાજપે વોકઆઉટ કર્યુ!

ખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન સરકાર અને વિરોધ પક્ષો સામસામે આવી ગયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન સરકાર અને વિરોધ પક્ષો સામસામે આવી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ AAP ધારાસભ્યો સામે વિવિધ પ્રશ્નો ઉઠાવી વોકઆઉટ કર્યું હતું. સ્પીકરની સૂચના પર કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા અધિકારીઓ દ્વારા બહાર કરી દેવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હવે BSP અને SAD ધારાસભ્ય સામેલ છે.

Aam Aadmi Party

પંજાબ કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓએ 3 મુદ્દાઓ પર સત્ર બોલાવ્યું છે. જેમ કે GST, વીજળી, પરાળી સળગાવવી, પરંતુ તેઓએ તેના વિશે વાત કરી નથી. તેમણે ગૃહ, રાજ્યપાલ અને પંજાબના લોકોને ગેરમાર્ગે દોર્યા છે. જો તેઓ વિશ્વાસ પ્રસ્તાવ લાવવા માંગતા હોય તો તેમણે ગૃહને વિસર્જન કરવું જોઈએ અને નવી ચૂંટણીઓ યોજવી જોઈએ.

મુખ્યમંત્રી ભગવંત માને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, દોઢ કરોડ પંજાબીઓને અમારી સરકાર પર પૂરો વિશ્વાસ છે. પરંતુ લોકોનો વિશ્વાસ ખરીદવા માટે ષડયંત્રો થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ વિશેષ સત્રમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતી વખતે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પણ ઓછી નથી. અમને લોકોએ ભરપૂર સમર્થન આપ્યું, પછી આવી સરકાર બની. અમારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ફસાવાના નથી.

આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિશ્વાસ પ્રસ્તાવને લઈને જબરદસ્ત હંગામો કરાયો હતો, જેના કારણે સ્પીકર કુલતાર સિંહ સંધવાએ કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહની બહાર કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ ભાજપે વોકઆઉટ કર્યું છે.

English summary
The Aam Aadmi Party presented a motion of confidence in the Punjab Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X