For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના નેતાએ કરી ફરિયાદ, આ ટીકટોક યુઝર પર કાર્યવાહી કરશે રાષ્ટ્રીય મહિલા આયોગ

રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ) ના અધ્યક્ષ રેખા શર્માએ રવિવારે ભાજપ નેતા તાજિંદર પાલ સિંહ બગ્ગાના એક ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે, જેમાં છોકરીઓ પર એસિડ એટેકને પ્રોત્સાહન આપતા આપત્તિજનક ટિકટોક વિડિઓ

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ) ના અધ્યક્ષ રેખા શર્માએ રવિવારે ભાજપ નેતા તાજિંદર પાલ સિંહ બગ્ગાના એક ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે, જેમાં છોકરીઓ પર એસિડ એટેકને પ્રોત્સાહન આપતા આપત્તિજનક ટિકટોક વિડિઓ બતાવવામાં આવી છે. વીડિયો ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનો છે. જેનાં 13.4 મિલિયન ફોલોઅર્સ છે. ટિકટોકર એક એવી છોકરી પર પાણી ફેંકી દેતો જોવા મળે છે જેને દેખાડવામાં આવી રહ્યું છેકે તે એસિડ છે.

Mahila aaayog

વીડિયો અનુસાર, આ પછી તે પહેલા છોકરીને ધમકાવે છે અને પાણી ફેંકી દે છે, ત્યારબાદ આગળના સીનમાં જોઇ શકાય છે કે છોકરીનો ચહેરો બળી ગયો છે. તાજિંદર પાલ સિંહ બગ્ગાએ રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્માને ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરી ટેગ કર્યા અને વીડિયો જોવાનું કહ્યું. રેખા શર્માએ લખ્યું, "આજે હું આ વીડિયો પોલીસ અને ટિકિટકોક ઇન્ડિયાને મોકલું છું." થોડા સમય પછી ટિકિટકોકે આ વિડિઓ હટાવી દીધો છે.

જોકે, આ વીડિયો હજી સોશિયલ મીડિયા પર જોવા મળશે. આ ઘટના પછીથી #BanTiktok, ટ્વીટર પર ટ્રેંડ કરી રહ્યું છે. યુઝર્સ લોકોને ટિકટોક અન-ઇન્સ્ટોલ કરવા કહે છે અને ફૈઝલ સિદ્દીકીની ઘણી ટીકા થઈ રહી છે. ઉપરાંત, નકારાત્મક સમીક્ષા મળ્યા પછી, ટિકિટકોકનું રેટિંગ 4.5 થી ઘટીને 3.2 પર આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ફૈઝલ સિદ્દીકી ટીમ નવાબના સભ્ય છે અને આમિર સિદ્દીકીના ભાઈ છે. તેનો ભાઈ આમિર તાજેતરમાં જ ટીકટોક વીડિયો બનાવ્યા બાદ વિવાદોમાં રહ્યો છે. જ્યાં તેમણે યુ ટ્યુબ કરતા ટિકટોક કેમ સારું છે તે અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ટિકટોક પર યુ ટ્યુબ કરતા વધારે કન્ટેન્ટ છે. તેને યુટ્યુબ સ્ટાર કેરી મિનાટી દ્વારા રોસ્ટ પણ આવ્યો હતો. જો કે, બાદમાં કેરીનો વિડિઓ પણ યુટ્યુબ દ્વારા હટાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: છત્તીસગઢ સરકારે લીધો મહત્વનો નિર્ણય, પુરા રાજ્યમાં 3 મહિના માટે કલમ 144 લાગુ

English summary
The BJP leader complained that the National Commission for Women would take action against the Tiktok user
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X