For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાનમાં જૂતાં ચોરીની રસમથી વરરાજો ભડકી ઉઠ્યો, દુલ્હન વિના જ પાછું જવું પડ્યું

જાનમાં જૂતાં ચોરીની રસમથી વરરાજો ભડકી ઉઠ્યો, દુલ્હન વિના જ પાછું જવું પડ્યું

|
Google Oneindia Gujarati News

મુઝફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં દિલ્હીથી આવેલ એક જાને દુલ્હન વિના જ પાછું ફરવું પડ્યું. જણાવી દઈએ કે જૂતા ચોરીની રસમ દરમિયાન મુઝફ્ફરનગરમાં કંઈક એવું થયું કે લગ્ન જ તૂટી ગયાં. આરોપ છે કે વરરાજાએ કન્યા પક્ષની કેટલીક મહિલાઓને અપશબ્દ કહ્યા અને એકને ઝાપટ ચોંટાડી દીધી. દુલ્હનને આ વાતની ખબર પડી તો તેણે તરત જ લગ્ન તોડી નાખ્યાં.

વરરાજાના મોઢેથી નિકળ્યા અપશબ્દ

વરરાજાના મોઢેથી નિકળ્યા અપશબ્દ

એનબીટીના અહેવાલ મુજબ મુઝફ્ફરનગરના ભોરાકલાં પોલીસ સ્ટેશન ક્ષેત્રના સિસૌલી ગામમાં દિલ્હીથી જાન આવી હતી. જાનૈયાઓનું વાગતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. ફેરા ફરતા પહેલા જૂતા ચોરીની રસમ ચાલી રહી હતી. કન્યા પક્ષની છોકરીઓએ જૂતા ચોર્યાં અને જૂતાં પાછાં આપવાની અવેજમાં રૂપિયા માંગ્યા. 22 વર્ષનો વરરાજો આ વાતથી રાજી નહોતો અને તેણે ગાળાગાળી કરી દીધી.

દુલ્હને લગ્ન તોડી નાખ્યા

દુલ્હને લગ્ન તોડી નાખ્યા

જ્યારે છોકરીના પરિજનોએ વરરાજાને સમજાવવાની કોશિશ કરી તો તે ભડકી ઉઠ્યો. વરરાજાએ અપશબ્દો બોલતાં એક શખ્સને ઝાપટ પણ મારી દીધી. દુલ્હનને આ વિશે માહિતી મલી કે તરત તેણે લગ્ન તોડી નાખ્યાં. જે બાદ લગ્નના માંડવે હડકંપ મચી ગયો. આ મામલે ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે પણ બચાવ માટે આગળ આવવું પડ્યું. ટિકૈતે જણાવ્યું કે ઘણી બનાવવા છતાં દુલ્હને લગ્ન માટે હામી ના ભરી.

સમજૂતી બાદ પરત જવાની મંજૂરી મળી

સમજૂતી બાદ પરત જવાની મંજૂરી મળી

જણાવી દઈએ કે વરરાજો, તેના પિતા અને બે સંબંધીઓ સિવાય આખી જાનને પાછી મોકલી દીધી. એટલું જ નહિ દહેજમાં આપવામા આવેલ 10 લાખ રૂપિયા પરત કરવાની વાત માન્યા બાદ જ જાનને પરત ફરવાની મંજૂરી મળી શકી. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. ભોરાકલાં પોલીસ સ્ટેશનના એસએચઓ વીરેન્દ્ર કસાનાનું કહેવું છે કે, કોઈ પક્ષ તરફથી કોઈ ફરિયાદ નથી નોંધાઈ. વરરાજાના અને દુલ્હનના પરિવારો પોલીસ સ્ટેશનની બહાર જ સમજૂતી માટે તૈયાર થઈ ગયા.

નિર્ભયાના દોષિતોને ખુદ ફાંસી આપવા માગે છે ઈન્ટરનેશનલ શૂટર, લોહીથી લખ્યો પત્રનિર્ભયાના દોષિતોને ખુદ ફાંસી આપવા માગે છે ઈન્ટરનેશનલ શૂટર, લોહીથી લખ્યો પત્ર

English summary
The bridegroom gets upset over stealing shoes, has to go back without a bride.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X