બિહારના નાલંદામાં બની રહેલો પુર ધરાસાઈ, બે મજુરોના મોત!

આ ઘટના નાલંદા જિલ્લાના બેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાઈ છે. અહીં નાલંદામાં ચુરામન બીઘા ચોક ખાતે નિર્માણાધીન પુલ તૂટી પડવાને કારણે બે મજૂરોના મોત થયા છે.

નાલંદા : હજુ મોરબી દુર્ઘટનાને ગણતરીના દિવસો થયા છે ત્યા જ બિહારના નાલંદામાંથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, નાલંદામાં નિર્માણાધીન પુલ ધરાસાઈ થતા 2 મજૂરોના મોત થયા છે. આ સિવાય અન્ય કેટલાક લોકો દટાયા હોવાના પણ અહેવાલ છે. હાલ બચાવ કામગીરી ચાવી રહી છે.

bridge under construction

આ ઘટના નાલંદા જિલ્લાના બેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાઈ છે. અહીં નાલંદામાં ચુરામન બીઘા ચોક ખાતે નિર્માણાધીન પુલ તૂટી પડવાને કારણે બે મજૂરોના મોત થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર લક્ષ્મણ કુમારે જણાવ્યું કે, બ્રિજને ચાર માર્ગીય બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. કાટમાળ નીચે કેટલા લોકો દટાયા છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

ભાગન બીઘા બેના પોલીસ સ્ટેશન અને હરનોત પોલીસ સ્ટેશનની ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે હાજર છે. સ્થાનિક લોકોના જણાવ્યા, અનુસાર મોટી ક્રેનની મદદથી પુલ ઉપર મોટી ગડર ચડાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ધસી પડતા એક મજૂરનું મોત થયું હતું.

વેનાના સ્ટેશન ઓફિસર મુકેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, મૃતદેહની ઓળખ માટે સાથી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. બખ્તિયારપુર-બિહાર શરીફ-નવાદા-બારી NH-20ને ચાર માર્ગીય બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ કામ માટે ગવાર કંપનીને રોડ અને ઓવરફ્લાય બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, સાથે સ્થાનિક લોકોએ ફ્લાયઓવરની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા.

દુર્ઘટના બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. હાલમાં ક્રેન દ્વારા ફસાયેલા મજૂરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X