કેન્દ્ર સરકારે CAA લાગુ કરવા નોટીફિકેશન જાહેર કર્યુ, જાણો કોને મળશે ભારતની નાગરિકતા?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં CAA લાગુ કરી દીધું છે. ગૃહ મંત્રાલયે CAA નિયમોનું નોટિફિકેશન જારી કર્યુ છે. ચૂંટણી પહેલા તેની જાહેરાતને મોદી સરકારના માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે તાજેતરના દિવસોમાં તેમના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે.
નાગરિકતા સંશોધન કાયદાના નિયમો હેઠળ, ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ છ સમુદાયોમાં હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે CAA સંબંધિત વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
