JNUના છાત્રસંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર બિહારમાં હશે CPIનો ચહેરો
સીપીઆઈએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમારને બિહારની ચૂંટણી રાજનીતિમાં લોન્ચ કરી દીધા છે.
25 ઓક્ટોબરે લાંબા સમય બાદ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) એ પટનામાં એક બૃહદ રેલી કરી. જેમાં ભાજપ વિરોધી દળના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા. આ રેલીની ખાસિયત એ હતી કે તેના દ્વારા સીપીઆઈએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમારને બિહારની ચૂંટણી રાજનીતિમાં લોન્ચ કરી દીધા છે. જેનાથી નક્કી થઈ ગયુ છે કે દેશદ્રોહનો આરોપ ઝેલી ચૂકેલ જેએનયુના છાત્ર નેતા કન્હૈયા કુમાર ડાબેરી પક્ષોને ચહેરો હશે. સીપીઆઈની ટિકિટ પર કન્હૈયાનું બેગૂસરાયથી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનું નક્કી છે.

કન્હૈયા કુમાર બિહારમાં ડાબેરી પક્ષોનો ચહેરો હશે
જો કે આ રેલીમાં સામાન્ય લોકોની ભીડ ઓછી હતી પરંતુ ભાજપ વિરોધી પક્ષોના ઘણા નેતાઓ હાજર હતા. આ રેલીમાં કન્હૈયાએ પોતાના ઉગ્ર ભાષણમાં પીએમ મોદી, ભાજપ અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. કન્હૈયા કુમારે નરેન્દ્ર મોદી સરકારને બંધારણમ અને લોકતંત્ર વિરોધી ગણાવ્યુ પરંતુ તેમણે એ પણ કહ્યુ કે કોઈ એક પક્ષ તેમને હરાવી નથી શકતો. કન્હૈયાએ વિપક્ષી એકતાનું આહવાન કર્યુ જ્યરે મૂળ રીતે બિહાર નિવાસી કન્હૈયા કુમારે નીતિશ સરકારને ગુંડાઓની સરકાર ગણાવી.

રેલીમાં ભાજપ વિરોધી નેતા હતા શામેલ, તેજસ્વી યાદવ હતા ગાયબ
આ રેલીમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, શરદ યાદવ, સીપીઆઈ-એમએલના દીપાંકર ભટ્ટાચાર્ય, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, એનસીપીના ડીપી ત્રિપાઠી અને રાજદના રામચંદ્ર પૂર્વે સહિત સીપીઆઈના તમામ વરિષ્ઠ નેતા હાજર હતા પરંતુ રાજદને હાલમાં પોતાના પિતાની જગ્યાએ લીડ કરી રહેલા તેજસ્વી યાદવની અનુપસ્થિતિથી સૌ કોઈ હેરાન હતુ.

ભાજપને હરાવવા માટે બધાએ એક થવુ પડશેઃ કન્હૈયા કુમાર
કન્હૈયાએ કહ્યુ કે કેન્દ્રની મોદી સરકાર જુમલા વાદિઓની સરકાર છે અને તેની સામે સંગઠિત થઈને જ મુકાબલો કરી શકાય છે. તેમણે ભાજપને યાદ કરાવ્યુ કે જે શ્રીકૃષ્ણસિંહની જયંતિ તે આજે મનાવી રહ્યા છે તે બિહારમાં કોંગ્રેસના ઘણા દશકો સુધી કર્તાધર્તા હતા. તેમણે કહ્યુ કે પરંતુ જુઓ ભાજપની કથની અને કરનીમાં ફરક છે. એક તરફ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના સંસ્થાપકમાંથી એક ડૉ. શ્રીકૃષ્ણ સિંહની જયંતિ પણ મનાવે છે.












Click it and Unblock the Notifications
