કોંગ્રેસની દેવામાફી પર નીતિ પંચનો જવાબ, ‘માનો કે ના માનો હું જ ચેમ્પિયન'
નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જવાબ આપતા કહ્યુ કે હવે આના પર હું શું કહી શકુ. આ એવુ છે કે માનો કે ન માનો હું જ ચેમ્પિયન છુ.
ત્રણ રાજ્યોમાં ભાજપને સત્તામાંથી બહાર કાઢીને સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસ પક્ષ અતિ ઉત્સાહિત છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનતા જ ખેડૂતોના દેવામાફીના વચનને પૂરુ કર્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ અસમ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને ગાઢ નિંદ્રામાંથી જગાડી દીધા છે પરંતુ દેશના પ્રધાનમંત્રી હજુ પણ સૂઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે જે લોકોને વચનો આપ્યા તે પૂરા કરીને બતાવ્યા.

રાહુલ ગાંધીના આ ટવિટ બાદ નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જવાબ આપતા કહ્યુ કે હવે આના પર હું શું કહી શકુ. આ એવુ છે કે માનો કે ન માનો હું જ ચેમ્પિયન છુ. સરકાર બધુ જોયા પછી કામ કરે છે. રાજીવે કહ્યુ કે મને નથી લાગતુ કે જેટલુ કામ ખેડૂતો માટે વર્તમાન સરકારે કર્યુ છે એટલુ કામ ક્યારેય કોઈ સરકારે કર્યુ છે.
NITI Aayog vice chairperson Rajiv Kumar on Rahul Gandhi's tweet on farm loan waiver: What can I say? It's like 'maano na maano main hi champion'. Govt works after looking at everything. I don't think any other govt has ever worked for farmers as much as the present govt is doing. pic.twitter.com/842zsz1wNd
— ANI (@ANI) 19 December 2018
વળી, કોંગ્રેસ સરકારના આ નિર્ણયે ભાજપના બે મુખ્યમંત્રીઓને ઉંઘમાંથી જગાડી દીધા છે. તેમણે કહ્યુ કે અસમ અને ગુજરાતની સરકાર તો જાગી ગઈ પરંતુ પ્રધાનમંત્રી હજુ પણ સૂઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે અમે પ્રધાનમંત્રીને સૂવા નહિ દઈએ.
The Congress party has managed to wake the CM's of Assam & Gujarat from their deep slumber.
— Rahul Gandhi (@RahulGandhi) 19 December 2018
PM is still asleep. We will wake him up too.
ઉલ્લેખનીય છે કે સરકાર બનતા જ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ખેડૂતોની દેવુ માફ કરી દીધુ છે. ત્યારબાદ ગુજરાત સરકારે પણ ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા અને તેમના વીજળીના બિલ માફ કરી દીધા. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે ખેડૂતોના બાકી 650 કરોડ રૂપિયાના વિજળીના બિલ માફ કરી દીધા છે. વળી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના નિર્ણય બાદ અસમ સરકારે પણ ખેડૂતોની દેવામાફીનું એલાન કર્યુ છે. જેનો ફાયદો રાજ્યના 8 કરોડ ખેડૂતોને થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
