For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલકત્તા હાઈકોર્ટે 4 આતંકીઓની ફાંસી માફ કરી પાકિસ્તાન મોકલવા આદેશ કર્યો, જાણો શું છે પુરી ઘટના?

કલકત્તા હાઈકોર્ટે સોમવારે બે પાકિસ્તાની નાગરિકો સહિત લશ્કર-એ-તૈયબાના ચાર આતંકીને છોડવા આદેશ કર્યો છે. 2 આતંકીઓને દેશ વિરુદ્ધ યુદ્ધના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

કલકત્તા હાઈકોર્ટે સોમવારે બે પાકિસ્તાની નાગરિકો સહિત લશ્કર-એ-તૈયબાના ચાર આતંકીને છોડવા આદેશ કર્યો છે. 2 આતંકીઓને દેશ વિરુદ્ધ યુદ્ધના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જો કે તેમને અન્ય કેસમાં સજા સંભળાવવામાં આવી છે. આ ચારમાંથીજસ્ટિસ જોયમાલા બાગચીની ડિવિઝનલ બેન્ચે 2 પાકિસ્તાની નાગરિકો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ અબ્દુલ્લાને તેમના દેશ પરત મોકલવાનો નિર્દેશ આપ્યો છે. તે બન્ને તેમની નિયત સજા પૂરી કરી ચૂક્યા છે. કોર્ટે અન્ય કેસમાં 10 વર્ષની સજા ફટકારી હતી.

kolkata high court

કોર્ટે કહ્યું કે, સંજોગો દર્શાવે છે કે અપીલ કરનારાઓ આતંકવાદી સંગઠનના મોટા નામ નથી. તેના આતંકવાદના માર્ગ પર પાછા ફરવાની શક્યતા ઓછી છે. આ સ્થિતિમાં મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ અબ્દુલ્લાએ તેમની સજા પૂર્ણ કરી લીધી છે ત્યારે આ બંનેને તેમના દેશ પાકિસ્તાન મોકલી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 3 એપ્રિલ 2007ના રોજ BSFએ લશ્કરના આતંકવાદી હોવાની શંકામાં ચાર લોકોની ધરપકડ કરી હતી. આ પછી તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળ સીઆઈડીએ આ મામલાની તપાસ કરી હતી અને ચારેયને દેશ વિરુદ્ધ યુદ્ધ ભડકાવવામાં દોષી જાહેર કરાયા હતા. એક આરોપી નઈમ 2013માં કસ્ટડીમાંથી ભાગી ગયો હતો જ્યારે તેને 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં પૂછપરછ માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહ્યો હતો.

જે બાદમાં ઓક્ટોબર 2018માં NIA દ્વારા તેને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નઈમને લશ્કરે પાકિસ્તાનમાં હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપી હતી. આ પછી તેને બાંગ્લાદેશમાં ત્રણ લોકોને મળવાની અને ભારતમાં ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીર લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી પશ્ચિમ બંગાળની સરહદમાં પ્રવેશ કરતી વખતે BSF દ્વારા લશ્કરના ચાર આતંકવાદીઓ પકડાઈ ગયા હતા.

English summary
The court pardoned the execution of 4 terrorists and ordered to send them to Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X