રાહુલ ગાંધીની સજા મુદ્દે સુનાવણી પુરી, 20 એપ્રિલે કોર્ટ ચુકાદો સંભળાવશે
મોદી અટકને લઈને માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અપીલ પર સૂનાવણી પુરી થઈ ગઈ છે. હવે આ મુદ્દે કોર્ટ 20 એપ્રિલે પોતાનો ચુકાદો સંભળાવશે. ગુરૂવારે થયેલી સુનાવણીમાં લાંબી દલીલો ચાલી હતી. કોર્ટે બન્ને પક્ષોને સાંભળીને 20 એપ્રિલ સુધી ચુકાદો અનામત રાખ્યો છે.
રાહુલ ગાંધીના વકીલે જણાવ્યુ કે, સજા પર સ્ટે મૂકવા માટે અરજી પર સુનાવણી 6 કલાકથી વધુ સમય સુધી ચાલી. જસ્ટિસ રોબિન મોગેરા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી રહ્યા છે. રાહુલ ગાંધીને મોદી સરનેમના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

આ પહેલા રાહુલ ગાંધીને સુરત કોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટે તેના જામીન 13 એપ્રિલ સુધી લંબાવ્યા છે. રાહુલ ગાંધી તેમની સજાને પડકારવા 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતી.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. આ પછી રાહુલ ગાંધી પર મોદી અટક ધરાવતા પુર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
