ડાન્સ ટિચર અશ્લીલ વીડિયો બનાવીને પૈસા પડાવતો હતો, આવી રીતે થયો ખુલાસો
સમાચાર ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના છે. અહીં માસૂમ છોકરીઓને ડાન્સ શીખવવાના નામે શિક્ષક દ્વારા યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આટલું જ નહીં શિક્ષક અશ્લીલ વીડિયો બનાવીને યુવતીઓને બ્લેકમેલ કરતો હતો.
કાનપુર : સમાચાર ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના છે. અહીં માસૂમ છોકરીઓને ડાન્સ શીખવવાના નામે શિક્ષક દ્વારા યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આટલું જ નહીં શિક્ષક અશ્લીલ વીડિયો બનાવીને યુવતીઓને બ્લેકમેલ કરતો હતો.

આ વાતનો ખુલાસો ત્યારે થયો, જ્યારે એક છોકરીએ ડરીને તેની માતાના બેંક ખાતામાંથી 19 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પછી પીડિત યુવતીના સંબંધીઓએ ડાન્સ ટિચર હિમાંશુ સોની ઉર્ફે આર્યન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
FIR નોંધાયા બાદ પોલીસે ડાન્સ ટિચરની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને તેના મોબાઈલમાંથી 14 અલગ-અલગ કિશોરીઓના અશ્લીલ વીડિયો અને હજારો તસવીરો મળી છે. આરોપી ડાન્સ ટિચરે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પરિવારના સભ્યો પાસેથી હજારો રૂપિયા પણ પડાવી લીધા છે.
આ આખો મામલો કાનપુર જિલ્લાના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગોવિંદ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી રોહિત તિવારીએ જણાવ્યું કે, હિમાંશુ સોની ગુજૈનીનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી ડબૌલીમાં આર વન નામની ડાન્સ એકેડમી ચલાવતો હતો.
પોલીસે જણાવ્યું કે, તેણે વિસ્તારની 14 વર્ષની છોકરીનો પહેલો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધીને અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. જે બાદ બ્લેકમેઈલ કરતી વખતે તેના મિત્રના ખાતામાં 19 હજાર રૂપિયા માંગ્યા હતા.
વિદ્યાર્થિનીએ તેની માતાના મોબાઈલમાંથી પણ ગુપ્ત રીતે 19 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ખાતામાંથી પૈસા કાપવા પર માતાએ ગોવિંદ નગર પોલીસ સ્ટેશનમાં તેને સાયબર છેતરપિંડી માનીને એફઆઈઆર નોંધાવી. જ્યારે પોલીસે તેની તપાસ કરી તો દરેક સ્ટેપ્સ ખૂલતા ગયા હતા. બાળકીની માતાની ફરિયાદ પર આરોપી ડાન્સ ટિચર સામે બળાત્કાર, અકુદરતી સંબંધ, આઈટી એક્ટ સહિત અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધીને આરોપી ડાન્સ ટિચરને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પોલીસે જણાવ્યું કે, હિમાશુ સોનીએ ત્રણ માસૂમ સગીર છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને તેમનું યૌન શોષણ કર્યું હતું. તેણે યુવતીઓના વાંધાજનક વીડિયો પણ બનાવ્યા હતા. આ તમામ વીડિયો પોલીસને આરોપીના મોબાઈલમાંથી મળ્યો છે. ઈન્સ્પેક્ટર ગોવિંદ નગર રોહિત તિવારીનું કહેવું છે કે, આરોપી વિરુદ્ધ 376, 377, 389 સાથે POCSO એક્ટનો કેસ નોંધવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, હિમાંશુએ અન્ય ત્રણ કિશોરીઓના પરિવારજનો પાસેથી પણ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવી લીધા છે. પોલીસે આ કિશોરોના પરિવારજનોને પણ તપાસમાં શામેલ કર્યા છે.












Click it and Unblock the Notifications
