For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્નબની ધરપકડ પર ભડક્યુ 'ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા', મહારાષ્ટ્ર સરકારને કહી આ વાત

'ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા'એ અર્નબ ગોસ્વામીની ધરપકડની નિંદા કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની આજે સવારે મુંબઈ પોલિસે આત્મહત્યાના એક જૂના કેસમાં ધરપકડ કરી છે. ત્યારબાદ અર્નબ ગોસ્વામી સાથે થયેલી આ ઘટના પર પ્રતિક્રિયાઓનો દોર ચાલુ થઈ ગયો છે. કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ સમગ્ર ઘટનાની તુલના ઈમરજન્સી સાથે કરી દીધી જ્યારે 'ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા'એ અર્નબ ગોસ્વામીની ધરપકડની નિંદા કરી છે.

arnab

ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ આ અંગે એક ટ્વિટ કર્યુ છે, 'જેમાં મહારાષ્ટ્રના સીએમને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યુ છે કે ગોસ્વામી સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે અને મીડિયા દ્વારા મહત્વપૂર્ણ રિપોર્ટિંગ સામે રાજ્ય શક્તિનો ઉપયોગ ન કરી શકાય.'

તમને જણાવી દઈએ કે ધરપકડ બાદ અર્નબે મુંબઈ પોલિસ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. અર્નબે મુંબઈ પોલિસ પર ગુંડાગિરીનો આરોપ લગાવીને કહ્યુ કે તેને પરિવાર સાથે વાત કરવાથી પણ રોકવામાં આવ્યા. ત્યારબાદ અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલિસ પોતાની સાથે વેનમાં લઈ ગઈ. તમને જણાવી દઈએકે અર્નબ ગોસ્વામીને મહારાષ્ટ્રના સીઆઈડીએ વર્ષ 2018માં ઈન્ટીરિયર ડિઝાઈનર અન્યવ નાઈક અને તેની મા કુમુદ નાઈકની મોતની તપાસ બાબતે કસ્ટડીમાં લીધા છે. પોલિસે તેમને રાયગઢ પોલિસ સ્ટેશન લઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે અર્નબ પર મહારાષ્ટ્ર સીઆઈડીએ 2018માં ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની મા કુમુદ નાઈકની આત્મહત્યાની તપાસ બાબતે એક્શન થઈ છે. એટલા માટે અર્નબની ધરપકડ પર મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ અને પ્રવકતા સચિન સાવંતે તેને નાઈકની શ્રદ્ધાંજલિ ગણાવી છે. તેમણે આ વિશે ટ્વિટ કર્યુ છે અને કહ્યુ કે નાઈક અને તેની માને અર્નબ ચેનલ દ્વારા 80 લાખ રૂપિયાની બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા બાદ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ફડણવીસ સરકાર આ કેસની તપાસમાં નિષ્ફળ રહી, રાજકીય દબાણ ખૂબ જ હતુ.

અર્નબની ધરપકડ, સંજય રાઉત બોલ્યા - બદલો લેવા માટે નથી થયુ કંઈઅર્નબની ધરપકડ, સંજય રાઉત બોલ્યા - બદલો લેવા માટે નથી થયુ કંઈ

English summary
The Editors Guild calls upon Maharashtra CM Uddhav Thackeray to ensure that Arnab Goswami is treated fairly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X