સોનિયા ગાંધીના નિવેદન મુદ્દે ચૂંટણી પંચે ખુલાસો માંગ્યો, જાણો શું કાર્યવાહી થઈ શકે?
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો છે. પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ માટે એક માઠા સમાચાર આવ્યા છે. બીજેપીએ કરેલી ફરિયાદ પર હવે ઈલેક્શન કમિશને કોંગ્રેસ પાસેથી ખુલાસો માંગ્યો છે. ઈલેક્શન કમિશને પત્ર લખીને ખુલાસો આપવા કહ્યું છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના કર્ણાટક સાર્વભૌમત્વ મુદ્દે આવેલા એક નિવેદનને લઈને બીજેપીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર જારી કરીને ટિપ્પણી પર સ્પષ્ટતા કરવા અને સુધારણા માટે પગલાં લેવા કહ્યું છે.

ચૂંટણી પંચે માહિતી આપતા જણાવ્યુ કે, કમિશનને 8 મેના રોજ બીજેપી નેતા ભૂપેન્દ્ર યાદવ, ડૉ. જીતેન્દ્ર સિંહ, તરુણ ચુગ, અનિલ બલુની અને ઓમ પાઠક દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મળી હતી. બીજેપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ આ ટિપ્પણી રાજકીય પક્ષો દ્વારા નોંધણી સમયે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A(5) હેઠળ લેવાતી ફરજિયાત શપથનું ઉલ્લંઘન કરે છે.
બીજેપીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવા અને રાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક માટે સાર્વભૌમત્વ શબ્દનો ઉપયોગ કરવા બદલ પાર્ટીની માન્યતા રદ કરવાની માંગ કરી હતી.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળ બીજેપીના એક પ્રતિનિધિમંડળે સોમવારે ચૂંટણી પંચને આ મુદ્દે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીએ શનિવારે ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈને કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતાને જોખમમાં મુકવાની મંજૂરી નહીં આપે. આ નિવેદન બાદ મોટી બબાલ થઈ હતી.












Click it and Unblock the Notifications
