For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિણામો પર DMK ઉત્સાહિત, કહી આ મોટી વાત

પરિણામો પર DMK ઉત્સાહિત, કહી આ મોટી વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની હાર બાદ દેશમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચા 2019 લોકસભા ચૂંટણીને લઈને થઈ રહી છે. ઉપરાંત આ ત્રણેય રાજ્યોના પરિણામ જોતા ડીએમકેએ કહ્યું કે તમિલનાડુમાં જ એવાં જ ચૂંટણી પરિણામો જોવા મળશે. ડીએમકે સાંસદ અને પાર્ટી સચિવ આરએસ ભારતીએ કોંગ્રેસની જીત પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે એમની પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના સંબંધ વધુ મજબૂત થઈ ગયા છે. આવું ત્યારથી થયું છે જ્યારે પાર્ટી સુપ્રીમો એમકે સ્ટાલિને દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

dmk

ભારતીએ કહ્યું કે, બેઠકની રીતથી માલુમ પડે છે કે સમીકરણ સુચારુ રૂપથી પ્રગતિ કરશે, અને લોકસભા ચૂંટણી સમયે અમે એક પ્રભાવશાળી જીત હાંસલ કરીશું. જો કે એઆઈએડીએમકે અલ્પસંખ્યક વિંગ અને રામાનથપુરમ સાંસદના સચિવ એ. અનવર રાજજાએ પરિણામને કોંગ્રેસના સમર્થનનમાં રૂપમાં ન જોયું, બલકે ભાજપની વિરુદ્ધ ફેસલો સંભળાવ્યો. રાજઝાએ કહ્યું કે શું આ કોંગ્રેસ સમર્થક વોટિંગ હતું, તમે તેલંગાણા અને મિઝોરમમાં કોંગ્રેસની હારની વ્યાખ્યા કેવી રીતે કરશે? આ ભાજપની વિરુદ્ધ વોટ છે.

તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીના સમયે ભાજપ વિરોધી રાજનૈતિક તાકાતને ફાયદો થશે. આગામી મહિનાઓમાં તમિલનાડુમાં પાર્ટી માટે મુશ્કેલી સર્જાશે. રામાનથપુરમના સાંસદે કહ્યું કે ઓછામાં ઓછા 2014માં પીએમકે, ડીએમડીકે અને એમડીએમકેએ ભાજપની સાથે હાથ મિલાવ્યા. પરંતુ 2019માં કોઈપણ પાર્ટી સાથે સહયોગ કરવા નથી માગતી. તેમની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીની સહયોગી બનવા માગે છે કે નહિ તે પૂછવા પર રાઝાએ નામાં જવાબ આપ્યો. તેમણે હ્યું કે, જો કે ચૂંટણી સમયે કોઈપણ ગઠબંધનનો ફેસલો કરવામાં આવશે, મારે કહેવું છે કે અમારી પાર્ટી અમ્માની નીતિથી વિચલિત થાય તેવી સંભાવના નથી. 2014માં ભાજપની સાથે કોઈ સમજૂતી નથી થઈ.

આ પણ વાંચો- 5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ

English summary
The election results in three northern States, which went in favour of the Congress, will get reflected in Tamil Nadu at the time of the Lok Sabha polls, according to the DMK.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X