વિપક્ષી દળોની 12 જૂને પટનામાં યોજાનારી સંયુક્ત બેઠક મોકૂફ, 23 જૂને થવાની સંભાવના
વિપક્ષી દળોની 12 જૂને પટનામાં યોજાનારી પહેલી સંયુક્ત બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે. જેનુ કારણ કોંગ્રેસે પોતાના મોટા નેતાઓને તેમની પૂર્વ પ્રતિબદ્ધતાઓના કારણે સંમેલનમાં મોકલવામાં અસમર્થતાના સંકેત આપ્યા હતા.
વિપક્ષી દળોની આ બેઠક 20 જૂન બાદ થાય તેવુ કોંગ્રેસ ઈચ્છે છે જેથી પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આમાં સામેલ થઈ શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ 12 જૂન ડીએમકે અને સીપીઆઈ(એમ) માટે પણ સુવિધાજનક નહોતો. જેડીયુ દ્વારા એકતરફી તારીખની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે સંકેત આપ્યા હતા કે ખડગે બેઠકમાં સામેલ નહિ થઈ શકે અને તેમના બદલે પક્ષના મુખ્યમંત્રીઓમાંથી એકને પટના બેઠકમાં મોકલવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી 18 જૂનના રોજ ભારત પરત ફરશે. 2024ની લોકસભા રણનીતિ તૈયાર કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી વિના ભાજપ વિરોધી દળોની બેઠકની એક ખરાબ છબી ઉપસશે. સૂત્રો મુજબ જેડીયુએ હવે વિપક્ષી નેતાઓને 20 જૂન પછી, સંભવતઃ 23 જૂને બેઠક યોજવાની જાણ કરી છે.
નોંધનીય છે કે કોંગ્રેસે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે 12 જૂનની બેઠકમાં તે ભાગ લેશે પરંતુ હજુ સુધી પોતાના પ્રતિનિધિત્વને નક્કી કરવામાં આવ્યુ નથી. ઘણા વિફક્ષી દળો એક સાથે આવી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે એક સંયુક્ત ઉમેદવાર ઉભો કરવા ઈચ્છુક છે. જો કે, આ ખૂબ પડકારજનક હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
