MP દિગ્વિજય સિહની કારે યુવકનેમારી ટક્કર, CCTV ફુટેજ આવ્યા સામે
દિગ્ગવિજય સિહની કારે યુવકને મારી ટક્કર જો કે, ભૂલ યુવકની હતી. તે ખોટી દિશામાં જઇ રહ્યો હતો.
મધ્યપ્રદેશના રાજગઢમાં ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી અનેકોગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્ગવિજય સિહની કારે એક બાઇચ ચાલને ટક્કર મારી હતી. જેમા એક યુવક ઘાયલ થઇ ગયો હતો. ઘટના બાદ તેને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો હતો. હાલમા તેની સ્થિતિ સ્થિર જણાવામાં આવી રહી છે. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.

નજરે જોનાર અનુસાર બાઇક સવાર વિરુદ્ધ દિશામાથી આવી રહ્યો હતો. ત્યાર બાદ તે અચાનક વળી ગયો હતો. તો દિગ્ગવિજય સિહની કાળી કાર એસયૂવી સાચી દિશામા જઇ રહી હતી. અચાનક બાઇક સામે આવતા ડ્રાઇવરે બ્રેક મારી, પંરતુ તેમ છત્તા ટક્કર વાગી ગઇ હતી. જેમા તે પડી ગયો હતો.
ઘટનાની બાદ ત્યાં હાજર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. દિગ્ગવિજય સિહ પણ ગાડીમાથી ઉતરીને યુવક પાસે પહોચ્યા હતા. તેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. તેને ભોપાલના એક હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યો છે.
હાલમા જીરાપુરના સરકારી હોસ્પિટલમાં તૈનાત ડો. મનોજ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, યુવક રાજપુરના પરોલિયાનો રહેનાર છેે. ટક્કર બાદ પડી જતા તેના માથા પર ઇજા થઇ હતી. તેની હાલતો સ્થિર છે. પરંતુ માથામા સીટી સ્કેનની તપાસ ચાલી રહી છે. તેના માટે તેને ભપાલ રેફર કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
