For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં આનંદ મેરેજ એક્ટ લાગુ કરવાની દિશામાં મોટુ પગલુ, જાણો શું કરી રહી છે પંજાબ સરકાર?

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં જોવા મળી છે. હાલમાં જ મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં આનંદ મેરેજ એક્ટ લાગુ કરવાની જાહેરાત કરી હતી. હવે પંજાબ સરકારે તૈયારી શરૂ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં જોવા મળી છે. હાલમાં જ મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં આનંદ મેરેજ એક્ટ લાગુ કરવાની જાહેરાત કરી હતી. હવે પંજાબ સરકારે તૈયારી શરૂ કરી છે.

Anand Marriage Act

મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર આનંદ મેરેજ એક્ટમાં ફેરફાર કરવા માટે તૈયારી શરૂ કરી છે. સુત્રોનું માનીએ તો, હવે મળનારી કેબિનેટ બેઠકમાં સંશોધનને મંત્રીમંડળની મંજુરી માટે મુકવામાં આવશે. સંશોધન અનુસાર, હવે આનંદ મેરેજ એક્ટ હેઠળ ગમે ત્યાં લગ્નની નોંધણી કરાવી શકાશે. આ સુધારો અધિનિયમની કલમ 4માં કરવાનો છે. જ્યાં લગ્નના અધિકારક્ષેત્રનો પ્રશ્ન આવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, 2016માં અકાલી દળ અને બીજેપીની સંયુક્ત સરકાર વખતે આનંદ મેરેજ એક્ટ અસ્તિત્વમાં આવ્યો હતો. જો કે ત્યારે તેને યોગ્ય રીતે લાગુ કરી શકાયો નહીં. આ પછી અમરેન્દ્ર સિંહ અને ચરણજીત સિંહ ચન્નીની સરકારો પણ આવીને જતી રહી, હવે ભગવંત માન સરકાર આખરે એક્શનમાં જોવા મળી રહી છે.

પંજાબમાં લાંબા સમયથી આનંદ મેરેજ એક્ટની માંગ થઈ રહી છે. આ પહેલા લગ્ન હિંદુ લગ્ન તરીકે નોંધાતા હતા. જેના કારણે વિદેશ જતા યુગલોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દંપતીએ હિન્દુ દંપતી છે કે શીખ છે તે સાબિત કરવા માટે મુશ્કેલી પડતી હતી. પછી તેમાં સુધારો કરી શીખ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી શરૂ થઈ. આનંદ મેરેજ એક્ટ હેઠળ સાત હજારથી વધુ લગ્ન નોંધાયા, પરંતુ આ દરમિયાન મોટી મુશ્કેલી એ રહી હતી કે જ્યાં લગ્ન થયા હતા ત્યાં જ લગ્ન નોંધણી કરાઈ રહી હતી.

જૂના કાયદા અનુસાર, જો દંપતી વતનમાં તેમના લગ્નની નોંધણી કરાવવા માંગતા હોય તો તે શક્ય ન હતું. જ્યાં લગ્ન થયા હોય ત્યાં જનોંધણી કરાવવી ફરજિયાત હતી. જેના કારણે નવદંપતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વર-કન્યા અન્ય કોઈ જગ્યાએ જઈને લગ્ન કરે તો તેમને રજિસ્ટ્રાર કચેરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

પંજાબ સરકારના નવા પ્રસ્તાવિત સુધારા અનુસાર હવે પતિ-પત્ની કે બન્ને ગમે ત્યાં તેમના લગ્નની નોંધણી કરાવી શકશે. અહીં તમને જણાવી દઈએ કે, ભગવંત માને પ્રકાશ પર્વ પર કહ્યું હતું કે તેઓ પંજાબમાં આનંદ એક્ટને પુરો લાગુ કરવા માંગે છે.

English summary
The government has started the process of implementing the Anand Marriage Act in Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X