નોટબંધીથી કોને ફાયદો કોને નુકશાન, ક્યાં લાગી આગ ? કોણ થયુ રાખ ?

Subscribe to Oneindia News

નોટબંધીને કારણે આજે આખો દેશ ભૂકંપ વગર પણ હલી ગયો છે. આમ જનતા જ્યાં બેંકોના એટીએમ અને પોસ્ટ ઓફિસોની બહાર લાઇનો લગાવીને ઉભેલી જોવા મળી રહી છે ત્યાં વિરોધી દળો આના માટે પીએમ મોદીની ટીકા કરવાનો કોઇ મોકો નથી છોડી રહ્યા.

આવો જાણીએ મોદીના આ ક્રાંતિકારી પગલાથી કોને ફાયદો થયો છે અને કોને નુકશાન?

નકલી નોટ બેકાર

નકલી નોટ બેકાર

છેલ્લા ઘણા સમયથી નકલી નોટોએ લોકોનું જીવવુ મુશ્કેલ કરી દીધુ હતુ પરંતુ હવે નોટબંધીને કારણે નકલી નોટોનું બજાર બેકાર થઇ ગયુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં 17.77 લાખ કરોડનું નકલી નાણુ ચલણમાં હતુ જે સરકારના આ માસ્ટર સ્ટ્રોક બાદ બેકાર થઇ ગયુ.

અંડર ટેબલ કામોમાં ઘટાડો

અંડર ટેબલ કામોમાં ઘટાડો

હવ ગરીબોને પોતાના કામો કરાવવા માટે સરકારી કર્મચારીઓને લાંચ નહિ આપવી પડે. નોટબંધીના કારણે લાંચરુશ્વતમાં ચોક્કસ ઘટાડો થશે કારણકે કોઇ પણ વ્યક્તિ નાની નોટોમાં લાંચ આપશે નહિ કે લેશે નહિ. મતલબ કે અંડરટેબલ કામમાં ઘટાડો થશે અને જે લોકો વધારે પૈસાની લાંચ લેતા હતા તે હવે ડરશે.

ઇકોનોમી પર સીધી અસર

ઇકોનોમી પર સીધી અસર

હોમ એપ્લાયંસીસ અને ઓટો મોબાઇલ સેક્ટરમાં વેચાણ લગભગ ખતમ થઇ ગયુ છે. આનાથી ઇંડસ્ટ્રીઝ અને રિટેલર બંનેનો ગ્રોથ નીચે આવી રહ્યો છે. એટલુ જ નહિ ઓનલાઇન સેલિંગમાં પણ ઘટાડો થયો છે જેનાથી ભારતની ઇકોનોમી પર સીધી અસર પડશે જેનાથી બહાર નીકળવામાં સમય લાગશે અને તે કેટલો સમય હશે તે કહેવુ મુશ્કેલ છે.

સપનાનો મહેલ મળશે

સપનાનો મહેલ મળશે

લોકો પોતાના કાળાનાણાનો 90% ભાગ મિલકત ખરીદવામાં ખર્ચ કરે છે જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં મિલકતના ભાવો આસમાનને આંબી રહ્યા હતા અને લોકો માટે ઘર ખરીદવુ ઘણુ મુશ્કેલ બની રહ્યુ હતુ પરંતુ હવે રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી આવશે અને આમ જનતાને તેના સપનાનો મહેલ મળી શકશે.

યુપી ચૂંટણી પર સીધી અસર

યુપી ચૂંટણી પર સીધી અસર

મોદી સરકારના આ નિર્ણયની સીધી અસર યુપી ચૂંટણી પર પડશે કારણકે એ વાત કોઇથી છૂપી નથી કે કાળાનાણાનો પૂરેપૂરો ઉપયોગ ચૂંટણીઓમાં થાય છે. એવામાં બની શકે કે મોદીના આ નિર્ણયની વિપરીત અસર યુપીમાં થાય જેનુ નુકશાન ભાજપને ભોગવવુ પડે કારણકે યુપી ચૂંટણીમાં ધર્મ અને જાતિની અસર કોઇનાથી છૂપી નથી માટે આ મોટો મુદ્દો બનશે. જો કે આની અસર દરેક ચૂંટણી પક્ષને થશે પરંતુ નોટબંધીનો નિર્ણય ભાજપનો છે માટે સૌથી વધુ અસર તેને જ થશે. હવે આ અસર સકારાત્મક હશે કે નકારાત્મક તે તો ચૂંટણી બાદ જ ખબર પડશે.

લગ્નવાળુ ઘર સૌથી વધુ અસરગ્રસ્ત

લગ્નવાળુ ઘર સૌથી વધુ અસરગ્રસ્ત

સોનુ મોંઘુ થઇ ગયુ છે, લોકો પાસેથી 10 ગ્રામ સોના માટે 40-50 હજાર રુપિયા સુધી લેવામાં આવી રહ્યા છે. સૌથી વધુ હેરાનગતિ લગ્નવાળા ઘરોમાં છે જ્યાં ખર્ચ કરવા માટે ઉપાડેલા પૈસા બેકાર થઇ ગયા છે અને લોકો ઉધાર પણ નથી લઇ શકતા.

English summary
The government’s move to demonetize economy will help bring down inflation in the absence of any counter-veiling measures from the central bank, noted economist and NITI Aayog vice chairman Arvind Panagariya said.
Please Wait while comments are loading...