For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યા પ્રત્યાર્પણ મામલે સુપ્રીમમાં સરકારે કહી આ વાત, કહ્યું કાર્યવાહીની કોઇ જાણ નથી

ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે યુકેની કોર્ટમાં ચાલી રહેલી ગુપ્ત કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર જાણ નથી. કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ વાત કહી છે. સોમવારે વિજય માલ્યા સામે તિરસ્કાર કેસની સુન

|
Google Oneindia Gujarati News

ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે યુકેની કોર્ટમાં ચાલી રહેલી ગુપ્ત કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર જાણ નથી. કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ વાત કહી છે. સોમવારે વિજય માલ્યા સામે તિરસ્કાર કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ બ્રિટનની સુપ્રીમ કોર્ટે આપ્યો હતો, પરંતુ તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. હવે સરકારને યુકે કોર્ટમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી 2 નવેમ્બર સુધી મુલતવી રાખી છે.

Vijay mallya

કોર્ટના તિરસ્કાર સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને પૂછ્યું હતું કે લંડનમાં પ્રત્યાર્પણની કાર્યવાહી ક્યાં પહોંચી છે અને હાલમાં કેસની સ્થિતિ શું છે. કોર્ટને વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે યુકે કોર્ટના માલ્યા પ્રત્યાર્પણના આદેશનો અમલ કરવામાં આવી રહ્યો નથી, કેટલીક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના વિશે ભારત સરકારને જાણ કરવામાં આવી નથી.

ન્યાયાધીશ યુ લલિત અને અશોક ભૂષણની ખંડપીઠે માલ્યાના સલાહકારને કોર્ટને માહિતગાર કરવા કહ્યું છે કે વિજય માલ્યાને પ્રત્યાર્પણ કરવા માટે કઇ ગુપ્ત કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ વિજય માલ્યાને 5 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે રૂબરૂ હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. આ અગાઉ સુપ્રીમ કોર્ટે તિરસ્કાર કેસમાં માલ્યાની 2017ની સજાની પુનર્વિચારણા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દેવાનો આદેશ જારી કર્યો હતો.

આ પણ વાંચો: હાથરસ પીડિતાના પરિવારને મળવા ગયેલ આપ નેતા પર શાહી ફેંકાઇ

English summary
The government told the Supreme Court in the Vijay Mallya extradition case that it had no knowledge of the UK court proceedings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X