For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર ગૂંગી તો હતી જ હવે કદાચ આંધળી-બહેરી પણ થઈ ગઈઃ રાહુલ ગાંધી

પોતાની માંગો તરફ ધ્યાન અપાવવા માટે દેશભરની આશા વર્કર 7 ઓગસ્ટથી બે દિવસની હડતાળ પર છે.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીમાં જ્યારે ચારે તરફ લૉકડાઉન હતુ, લોકો ઘરોમાં હતા ત્યારે ગુમનામ વૉરિયર ગલી, મહોલ્લાથી લઈને ગામ, શહેરમાં દિવસના તડકામાં કોરોનાના સંક્રમિતોને જે ટ્રેક કરી રહ્યા હતા તે છે અક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ એટલે કે આશા વર્કર. પરંતુ હાલમાં લગભગ 6 લાખ આશા વર્કર પોતાની માંગો માટે હડતાળ પર જઈ રહી છે. પોતાની માંગો તરફ ધ્યાન અપાવવા માટે દેશભરની આશા વર્કર 7 ઓગસ્ટથી બે દિવસની હડતાળ પર છે.

આશા વર્કર્સની આ છે માંગ

આશા વર્કર્સની આ છે માંગ

આશા વર્કર્સની માંગ છે કે તેમને સારુ અને સમય પર વેતન મળે અને કાયદાકીય સ્થિતિ જે લઘુત્તમ મજૂરી સુનિશ્ચિત કરે જેથી જે રીતે તે દેશના પછાત અને પહોંચથી દૂર વિસ્તારોમાં જઈને અધિકારીઓની મદદ કરી રહી છે તે ચાલુ રાખી શકે. બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે વાત કરીને મહારાષ્ટ્રની એક આશા વર્કરે જણાવ્યુ કે તે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કામ કરે છે જેના બદલે તેને મહિને માત્ર બે હજાર રૂપિયા મળે છે. આશા કાર્યકર્તા જણાવે છે કે તે લોકોને કોરોના દરમિયાન કામ કરવા માટે એક્સ્ટ્રા બે હજાર રૂપિયા મહિને આપવાનુ વચન આપવામાં આવ્યુ હતુ પરંતુ તે આજ સુધી નથી મળ્યુ.

રાહુલ ગાંધીએ આ વિશે કર્યુ ટ્વિટ

રાહુલ ગાંધીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યુ કે આશા વર્કરો દેશભરમાં ઘરે ઘરે જઈને આરોગ્ય સુરક્ષા પહોંચાડે છે. તે સાચા અર્થમાં આરોગ્ય વૉરિયર્સ છે પરંતુ આજે પોતાના હક માટે હડતાળ પર ઉતરવા મજબૂર છે. તમને જણાવી દઈએ કે કાર્યકર્તા ગામો અને શહેરોમાં ઘરે ઘરે જઈને પરિવારના એક એક સભ્યના આરોગ્ય સાથે જોડાયેલી માહિતી ભેગી કરે છે અને આના આધારે સરકાર બિમારીઓને વધુ સારી રીત સમજી શકે છે. ઉલ્લેખનીય છે કે આશા વર્કરની મદદથી જ દેશ પોલિયોથી લઈને ડિલીવરીના સમયે મહિલાઓની મોત પર કાબુ મેળવી શક્યો છે.

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે જોડાયેલ મંચ પણ જોડાયા

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે જોડાયેલ મંચ પણ જોડાયા

બ્લૂમબર્ગ સાથે વાત કરીને અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરે કહ્યુ, 'આ હડતાળ માટે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે જોડાયેલ મંચ પણ સાથે આવ્યા છે. ઈંટક, આઈટીયુસી, સીટુ જેવા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથ જોડાયેલ આંગણવાડી, આશા, મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલ સંગઠન હડતાળમાં શામેલ થશે.'

કેરળ વિમાન દૂર્ઘટનાઃ લેન્ડીંગ વખતે ફૂલ સ્પીડમાં હતી ફ્લાઈટ - DGCA કેરળ વિમાન દૂર્ઘટનાઃ લેન્ડીંગ વખતે ફૂલ સ્પીડમાં હતી ફ્લાઈટ - DGCA

English summary
The government was dumb, now it has become deaf and dumb: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X