1 જાન્યુઆરીએ 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સરકાર 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલશે!
સરકાર 1 જાન્યુઆરી 2022ના રોજ દેશના ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો મોકલશે કરશે.
નવી દિલ્હી, 29 ડિસેમ્બર : સરકાર 1 જાન્યુઆરી 2022ના રોજ દેશના ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો મોકલશે કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ હપ્તો ટ્રાન્સફર કરશે. આ દિવસે 10 કરોડથી વધુ લાભાર્થીઓના બેંક ખાતામાં 20,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા લાભાર્થીઓને એક સંદેશ પણ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરીએ તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. આ સ્થિતિમાં લાભાર્થીઓને એક સલાહ આપવામાં આવે છે કે તેઓએ તેમના બેંક એકાઉન્ટની ઇ-કેવાયસી કરાવવી આવશ્યક છે, કારણ કે જો ઇ-કેવાયસી નથી તો પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કિસાન સન્માન નિધિ યોજનાના 9 હપ્તા લાભાર્થીઓના ખાતામાં ગયા છે. આ યોજનાના આ હપ્તામાં સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ મોકલે છે. સરકાર દ્વારા વર્ષમાં ત્રણ હપ્તા મોકલવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં 6 હજાર રૂપિયા મળે છે.
તમને જણાવી દઈએ કે 10મો હપ્તો મોકલતા પહેલા સરકારે pmkisan.gov.in પોર્ટલ પર લાભાર્થીઓની યાદી અપલોડ કરી છે. લાભાર્થીઓ આ યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. આમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ લાભ મેળવનારા ખેડૂતોના નામ સામેલ છે. તમારૂ નામ છે કે નહીં એ આ રીતે ચેક કરો.
- સૌથી પહેલા pmkisan.gov.in પોર્ટલ પર જાઓ.
- વેબસાઈટના હોમ પેજ પર, 'ફાર્મર્સ કોર્નર' પર જાઓ.
- લાભાર્થી યાદી ટેબ પર ક્લિક કરો.
- તમારું રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.
- આ પછી તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમને માહિતી મળશે. સરકાર દ્વારા જે ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે તેમના નામ પણ રાજ્ય/જિલ્લા મુજબ/તહેસીલ/ગામ મુજબ જોઈ શકાય છે.
અહીં ઉલ્લેખનિય છે કે, કિસાન આંદોલનને કારણે સરકારની સ્થિતી ખરાબ છે અને બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ સ્થિતીમાં સરકાર ખેડૂતોને રિઝવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી.












Click it and Unblock the Notifications
