For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં ED કાર્યાલયમાં કોરોનાના 5 પૉઝિટીવ કેસ સામે આવતા હેડક્વાર્ટર સીલ કરાયુ

કોરોના વાયરસનું સંક્રમણ હવે ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સરકારી કાર્યાલયો પર પણ હવે તેની અસર જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનું સંક્રમણ હવે ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સરકારી કાર્યાલયો પર પણ હવે તેની અસર જોવા મળી રહી છે. ઈડી અને આવકવેરા વિભાગમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસ જોવા મળ્યા છે. આવકવેકા સેટલમેન્ટમાં ઘણા અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. લોકનાયક ભવન કોરોનાથી સંક્રમિત થઈ ગયુ છે. આજ બિલ્ડિંગમાં ઈડી અને આવકવેરા વિભાગનુ કાર્યાલય છે. આ બંને વિભાગોના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.

corona

ઈડી મુખ્યાલયના રિપોર્ટ મુજબ 6 કાર્યરત અધિકારી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક સ્પેશિયલ ડાયરેક્ટર પણ સંક્રમિત થવાની માહિતી મળી રહી છે. વળી, ઈડીના જૂનિયર અધિકારી સાથે લગભગ બે ડઝન અધિકારી સંપર્કમાં આવ્યા છે ત્યારબાદ તમામ અધિકારીઓની તપાસ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એક અધિકારીના પત્ની પણ સંક્રમિત થયા છે. ઈડી મુખ્યાલયને ઉપર સ્થિત આવકવેરાના કાર્યાલયમાં પણ ઘણા લોકો સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસ(કોવિડ-29)ના કેસોમાં રોજની રેકોર્ડ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહામારીુ સંકટ રોજ વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9,887 નવા કેસ સામે આવ્યા છે અને 294 મોત થયા છે. આ ભારતમાં કોરોના વાયરસના કેસ અમે મોતમાં એક દિવસમાં થયેલો સૌથી વધુ વધારો છે. હવે દેશમાં કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2,36,657 થઈ ગઈ છે. આમાં 1,15,942 સક્રિય કેસ, 1,14,073 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને6,642 મોત શામેલ છે.

English summary
The headquarters of the ED in Delhi has been sealed after 5 corona positive case was reported
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X