પરદેશ હતો પતિ અને ગામલોકોએ પત્નીના પ્રેમી સાથે કરાવ્યા, હવે 3 બાળકોનું શું?
બિહારમાં પ્રેમ પ્રકરણના અનેક પ્રકારના સમાચાર તમે વાંચ્યા જ હશે, પરંતુ આ સમાચાર વાંચીને તમે પણ કહેશો કે પ્રેમ ખરેખર આંધળો હોય છે. હકીકતમાં બિહારના બાંકા જિલ્લામાં એક પ્રેમીએ પરિણીત યુવતી સાથે લગ્ન કરી લીધા છે.
બાંકા, 26 જુલાઈ 2022 : બિહારમાં પ્રેમ પ્રકરણના અનેક પ્રકારના સમાચાર તમે વાંચ્યા જ હશે, પરંતુ આ સમાચાર વાંચીને તમે પણ કહેશો કે પ્રેમ ખરેખર આંધળો હોય છે. હકીકતમાં બિહારના બાંકા જિલ્લામાં એક પ્રેમીએ પરિણીત યુવતી સાથે લગ્ન કરી લીધા છે. એટલું જ નહીં મહિલાને ત્રણ બાળકો પણ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમી તેની પ્રેમિકાને મળવા ગયો હતો. ગામલોકોએ બંનેને એકસાથે જોયા, ત્યારબાદ તેમને બાંધીને માર માર્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને કસ્ટડીમાં લીધા હતા. જે બાદ બંનેએ તેમની સંમતિથી લગ્ન પણ કર્યા હતા.

રાતના અંધારામાં ગર્લફ્રેન્ડને મળવા પહોંચ્યો બોયફ્રેન્ડ
ગ્રામજનોએ જણાવ્યું કે, રૂદલ કુમાર બટસર ગામનો રહેવાસી છે. તે તેની ગર્લફ્રેન્ડ સાંતાને મળવા માટે રાતના અંધારામાં કરહરિયા ગામપહોંચ્યો હતો.
આ દરમિયાન લોકોએ બંનેને એકસાથે જોયા, ત્યારબાદ પ્રેમી અને પ્રેમિકાને એક ઝાડ સાથે બાંધીને ગ્રામવાસીઓએ મારમાર્યો.
માહિતી મળતાં જ સન્હોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બંનેના પરિવારજનોને પોલીસ સ્ટેશનબોલાવવામાં આવ્યા અને પછી પંચાયત થઈ હતી.

બટસર શીતળા મંદિરમાં પ્રેમી યુગલના લગ્ન
બટસર પંચાયતના સરપંચ ભરોસી મંડલના નેતૃત્વમાં કે સન્હોલા પોલીસ સ્ટેશનની સૂચનાથી બંને પક્ષોની સંમતિથી લગ્ન સંપન્ન થયા હતા.
બટસર શીતળા મંદિરમાં પ્રેમી અને પ્રેમિકાના લગ્ન કરાવ્યા બાદ બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા. પ્રેમી બેચલર છે અને મહિલા ત્રણબાળકોની માતા છે.
આવા સમયે, લગ્ન પછી, લોકો હવે પૂછે છે કે, મહિલાના ત્રણ બાળકોનું શું કરવું. પતિ વિદેશમાં મજૂરી કામ કરે છે.આથી પંચાયતના કહેવા મુજબ ત્રણેય બાળકોને તેમના દાદા પાસે રાખવામાં આવ્યા છે.

બાળક અને પતિનું શું થશે?
પોલીસની દરમિયાનગીરી બાદ બંનેએ પંચાયતમાં લગ્ન કરવાની સંમતિ આપતાં ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે કે, મહિલાનાબાળક અને પતિનું શું થશે? બિહારમાં પ્રેમ પ્રકરણનો આ પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
આપહેલા ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે પ્રેમ પ્રકરણનો મામલો ચર્ચામાં હતો. ગ્રામજનોએ પહેલા મારપીટ કરી, બાદમાં શિક્ષક અને વિદ્યાર્થીના લગ્નકરાવી દીધા હતા. આ સમાચાર ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા.












Click it and Unblock the Notifications
