For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય જાદુગર સ્ટીલ ચેન સાથે ગંગા નદીમાં ઉતર્યો અને ગાયબ થયો

ભારતીય જાદુગર ગંગા નદીમાં સ્ટીલ ચેન સાથે બંધાયેલો ઉતર્યો તે લોકોને જાદુ બતાવી રહ્યો હતો. તેને પોતાને સ્ટીલ ચેનથી બાંધ્યો અને દોરડા સાથે ગંગા નદીમાં ઉતર્યો, પરંતુ ત્યારપછી તે ગાયબ થઇ ગયો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જાદુગર ગંગા નદીમાં સ્ટીલ ચેન સાથે બંધાયેલો ઉતર્યો તે લોકોને જાદુ બતાવી રહ્યો હતો. તેને પોતાને સ્ટીલ ચેનથી બાંધ્યો અને દોરડા સાથે ગંગા નદીમાં ઉતર્યો, પરંતુ ત્યારપછી તે ગાયબ થઇ ગયો છે. ચંચલ લહેરી તેમના સ્ટેજ નામ "Jadugar Mandrak" દ્વારા ઓળખાય છે, તે ક્રેન ઘ્વારા ગંગા નદીમાં ઉતર્યો. નદીમાં તટથી તેના પરિવારના લોકો, મીડિયા અને પોલીસ તેને જોઈ રહ્યા હતા.

magician

આ જાદુગર પાણીમાં ગયો પરંતુ બહાર નહીં આવી શક્યો. ઔરથોરિટી હજુ પણ તેને શોધી રહી છે. જાદુગરે સ્ટંટ કરતા પહેલા જણાવ્યું હતું કે 21 વર્ષ પહેલા તેને આ જગ્યા પર આવો જ જાદુ બતાવ્યો હતો. તે સમયે તેઓ બુલેટપ્રૂફ ગ્લાસ બોક્સમાં ચેનથી બંધાયેલા હતા, પરંતુ ત્યારે તેઓ ફક્ત 29 સેકન્ડમાં જ બહાર આવી ગયા હતા.

આ વખતે નદીમાં જતા પહેલા તેમને કહ્યું કે આટલા વર્ષ પછી આ સ્ટંટ તેમના માટે મુશ્કિલ છે. જો હું બહાર આવી જઈશ તો જાદુ હશે અને જો નહીં આવી શકું તો ટ્રેજિક હશે.

વર્ષ 2013 દરમિયાન લહેરીએ આ સ્ટંટ નદીમાં કર્યો હતો પરંતુ તે સમયે સ્ટંટ જોનાર લોકોએ તેને માર્યો હતો કારણકે તેમને જોયું કે તે બંધ પીંજરામાંથી બહાર આવ્યો તે એક ખુલ્લા દરવાજાથી સાફ દેખાતું હતું. એટલે કે તેની ટ્રીક ખુબ જ સરળતાથી પકડાઈ ગઈ હતી.

English summary
The Indian magician went into the river with the steel chain and disappeared
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X