For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ દિવસમાં ત્રણ ફ્લાઈટમાં ખામી, હવે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ મુંબઈ ડાયવર્ટ કરાઈ

એક જ દિવસમાં ત્રીજી ફ્લાઈટમાં સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યુ છે. મળતી વિગતો અનુસાર, કન્નુરથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. ખામીને પગલે ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

એક જ દિવસમાં ત્રીજી ફ્લાઈટમાં સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યુ છે. મળતી વિગતો અનુસાર, કન્નુરથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. ખામીને પગલે ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી.

indigo

અહીં તમને જણાવી દઈએ કે, આ એક જ દિવસમાં ટેક્નિકલ ખામીની ત્રીજી ઘટના છે. આ પહેલા સ્પાઈસ જેટ અને કતર એરવેઝની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈએ હતી. ટેક્નિકલ ખામીને કારણે ઈન્ડિગોની આ ફ્લાઈટને મુંબઈ લેન્ડ કરવામાં આવી હતી. આ બાબતે એરલાઈને કહ્યું કે, સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ નંબર 6E-1715ને મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી.

એરલાઈનના નિવેદન મુજબ, ઓપરેટિંગ ક્રૂને ફ્લાઇટમાં ટેકનિકલ ખામી દેખાઈ હતી. ત્યારબાદ ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાઇડ્રોલિક લીકને કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ હતી.

આ પહેલા આજે જ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીની ઘટના સામે આવી હતી, જેના કારણે ફ્લાઈટનું કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં 197 મુસાફરો હતા. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી કોઝિકોડ જઈ રહી હતી. ફ્લાઇટના હાઇડ્રોલિક ફેલને કારણે કોચી એરપોર્ટ ડાયવર્ટ કરાઈ હતી. જ્યાં તેનું સફળતાપુર્વક લેન્ડિંગ કરાયુ હતું.

આ સિવાય ચેન્નાઈથી દોહા જઈ રહેલી કતર એરવેઝની ફ્લાઈટમાં ટેક-ઓફની તૈયારી દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ વિમાન રનવે પરથી પાછું ફર્યું હતું. એરપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર કતાર એરવેઝનું પ્લેન રનવે પર ઉડવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે સમસ્યાની જાણ થઈ હતી.

English summary
The Indigo Airlines flight was diverted to Mumbai due to a malfunction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X