કેરળ સરકારે રાજ્યપાલને ડીમ્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદેથી હટાવ્યા, જાણો શું છે પુરો મામલો?
કેરળ સરકારે ગવર્નર આરિફ મોહમ્મદ ખાનને કલામંડલમ ડીમ્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદેથી હટાવવાની જાહેરાત કરી છે. આ માટે કેળ સરકારે અધ્યાદેશનો સહારો લીધો છે.
કેરળ સરકારે ગવર્નર આરિફ મોહમ્મદ ખાનને કલામંડલમ ડીમ્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદેથી હટાવવાની જાહેરાત કરી છે. આ માટે કેળ સરકારે અધ્યાદેશનો સહારો લીધો છે. રાજ્ય સરકારે જાહેરાત કરતા કહ્યું કે, આરીફ મોહમ્મદ ખાનની જગ્યાએ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિને લાવવા યુનિવર્સિટીના નિયમોમાં ફેરફાર કરી રહી છે.

આરિફ મોહમ્મદ ખાનને રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર પદેથી હટાવવા માટે કેરળ સરકાર વિશેષ અધ્યાદેશ લાવી હતી. આ પછી કેરળ સરકારે રાજ્યપાલને કલામંડલમ યુનિવર્સિટીના ચાન્સેલરના પદ પરથી હટાવી દીધા. કેરળના મુખ્યમંમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, તેઓ રાજ્યની ટોચની યુનિવર્સિટીઓમાં રાજ્યપાલ ઈચ્છતા નથી.
અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યપાલ અને કેરળ સરકાર વચ્ચે વાઈસ ચાન્સેલરોની નિમણૂક સહિત યુનિવર્સિટીઓના કામકાજને લઈને સતત તકરાર ચાલી રહી છે. આ પહેલા ગવર્નર આરિફ મોહમ્મદ ખાને રાજ્યની 11 યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને રાજીનામું આપવાનો નિર્દેશ આપ્યો હતો. રાજ્યપાલે તેમની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી વિવાદ એટલો વધી ગયો કે કેરળ કેબિનેટ રાજ્યપાલને ચાન્સેલર પદ પરથી હટાવવા વટહુકમ લાવી છે.
રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, કેરળ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ, કન્નુર યુનિવર્સિટી, એપીજે અબ્દુલ કલામ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃત, કાલિકટ યુનિવર્સિટી અને થુનાચથ એઝુથાચન મલયાલમ યુનિવર્સિટીના કુલપતિને તેમના હોદ્દા પરથી રાજીનામું આપવા માટે કહ્યું હતું.












Click it and Unblock the Notifications
