The Kerala Story: યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે 'ધ કેરલ સ્ટોરી', આખા મંત્રીમંડળ સાથે ફિલ્મ જોશે સીએમ યોગી
The Kerala Story: તમામ વિવાદો વચ્ચે, ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' 5 મેના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારથી તે સતત હેડલાઇન્સમાં રહી છે. તેની રિલીઝ પછી બૉલીવુડ અભિનેત્રી અદાહ શર્માની ફિલ્મને બૉક્સ ઓફિસ પર સારી ઓપનિંગ મળી છે અને તે જોરદાર કમાણી કરી રહી છે.
હવે 'ધ કેરળ સ્ટોરી'ને મધ્ય પ્રદેશ પછી ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીમાં ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. સીએમ યોગી સમગ્ર કેબિનેટ સાથે આ ફિલ્મ જોશે.

કહેવામાં આવી રહ્યુ છે કે યુપી નગરપાલિકાની ચૂંટણી પૂરી થયા બાદ સીએમ યોગી આદિત્યનાથ સમગ્ર કેબિનેટ સાથે 'ધ કેરળ સ્ટોરી' જોશે. તમને જણાવી દઈએ કે, ધ કેરળ સ્ટોરી ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી બનાવવાની માંગ છે. જો કે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' જ્યારથી તેનું ટ્રેલર લૉન્ચ થયું ત્યારથી તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી અને રિલીઝ થઈ ત્યારથી તે સતત હેડલાઈન્સમાં રહી છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને લઈને ખરાબ પ્રચાર પણ ચાલી રહ્યો છે. આ બધું હોવા છતાં ફિલ્મ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદા શર્માની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ને વર્ષ 2023માં જોરદાર ઓપનિંગ કરનાર પાંચ ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે જ હવે તેણે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ધ કેરળ સ્ટોરીના ક્રૂ મેમ્બરને અજાણ્યા નંબરથી ધમકીઓ મળવાનો મામલો પણ સામે આવ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ ક્રૂને કહ્યું છે કે તેઓએ ફિલ્મની વાર્તા બતાવીને સારુ કર્યુ નથી અને તેણે ઘરની બહાર એકલા ન નીકળવુ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેને આ અંગે પોલીસને જાણ કરી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. જોકે પોલીસે ક્રૂ મેમ્બરને સુરક્ષા પુરી પાડી છે. પોલીસનુ કહેવુ છે કે હજુ સુધી તેમને કોઈ લેખિત ફરિયાદ મળી નથી.












Click it and Unblock the Notifications
