વિક્રમ લેન્ડર-પ્રજ્ઞાન રોવરને લઈને અત્યારસુધીના સૌથી મહત્વના સમાચાર, જાણો શું કહ્યું ઈસરોએ?
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરીને દુનિયાભરમાં ડંકો વગાડી દેનારા ભારતના ચંદ્રયાન 3 મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ઉંઘમાંથી જગાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ચંદ્રયાન મિશનના સોફ્ટ લેન્ડિંગ પછી વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને ચંદ્રના એક દિવસની કામગીરી બાદ 2 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. હવે બન્નેને જગાડવા માટે પુરા પ્રયાસ કરાઈ રહ્યા છે.

સૂર્યપ્રકાશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પડી રહ્યો છે પરંતુ પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાં છે અને તેને જગાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રજ્ઞાન રોવરે ચાંદની ધરતી પર 100 મીટર મુસાફરી કરી છે અને ડેટા મોકલ્યો છે.
ચંદ્રયાને પરીક્ષણ માટે ચંદ્રની માટીના નમૂના લીધા તેમા ચંદ્ર પર સલ્ફર, આયર્ન, ઓક્સિજન અને અન્ય ઘણા તત્વો હોવાની પુષ્ટિ થઈ છે. 40 દિવસની મુસાફરી પછી 23 ઓગસ્ટે ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર ઉતર્યુ છે.
ઈસરો દ્વારા સ્લીપ મોડમાં મુકાયા બાદ હવે તેને ફરીથી જગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ચંદ્રયાનને લઈને કોઈ નવો ડેટા મળ્યો નથી. ઈસરોના વૈજ્ઞાનિકોએ તેને ચંદ્ર પર ફરીથી સક્રિય કરવા માટે પૂરા પ્રયાસ કર્યા પરંતુ હજુ સુધી તે સફળ થયા નથી.
ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ કહ્યું કે, 30 સપ્ટેમ્બરે ચંદ્ર સૂર્યાસ્ત સુધી લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે. આશા છે કે શિવશક્તિ પોઈન્ટ પર સીધો સૂર્યપ્રકાશ પડ્યા બાદ લેન્ડર સાથે સંપર્ક પુનઃસ્થાપિત કરી શકાશે.
SACના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈના જણાવ્યા અનુસાર, લેન્ડર અને રોવર ઓટોમેટિક છે. ગયા અઠવાડિયે 22 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર સૂર્યોદય પછી લેન્ડર અને રોવર ચાર્જ થતાંની સાથે જ સિગ્નલ આવવાના હતા. જો કે આવુ થયુ નથી.
એક અહેવાલ અનુસાર, ઈસરોના અધિકારીએ કહ્યું છે કે વિક્રમ અને પ્રજ્ઞાન રોવર્સને પહેલા પિંગ કરવામાં આવી રહ્યા છે. પ્રજ્ઞાન રોવર સાથે હજુ સુધી ઘણા સંપર્કો સ્થાપિત થયા નથી. અવકાશ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રના પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની બીજી વખત સક્રિય થવાની શક્યતા ઓછી છે.












Click it and Unblock the Notifications
