For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરોધ વચ્ચે રાજ્યસભાના માર્શલના નવા પોશાકમાં બદલાવ થઈ શકે

વિરોધ વચ્ચે રાજ્યસભાના માર્શલના નવા પોશાકમાં બદલાવ થઈ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆતની સાથે જ રાજ્યસભાના માર્શલની બદલાયેલ પોશાક પણ જોવા મળ્યો. માર્શલનો આ બદલાયેલ પોશાક સૈન્ય પોશાક જેવો જ હતો, જે કેટલાય લોકોને પસંદ ન આવ્યું. સોશિયલ મીડિયા પર આ પોસાકની આલોચના થઈ રહી હતી, એટલું જ નહિ કેટલાય મોટા નેતાઓએ પણ આ પોશાકનો વિરોધ કર્યો. જે બાદ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ આ પોશાક બદલવા પર વિચાર કરવાની વાત કહી છે.

ફરીથી વિચાર થશે

ફરીથી વિચાર થશે

રાજ્યસભાના માર્શલનો નવો પોશાકનો સેનાના કેટલાય દિગ્ગજ અધિકારીઓ, સાંસદોએ વિરોધ કર્યો. ખુદ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે લોકોના વિરોધને જોતા રાજ્યસભા સચિવાલય માર્શલના પોશાકની ડિઝાઈન પર ફરીથી વિચાર કરશે. નાયડૂએ કહ્યું કે આ બાબતે તેમને કેટલાય લોકોએ વાંધો નોંધાવ્યો છે, જે બાદ રાજ્યસભા સચિવાલયથી આ પોશાકની ડિઝાઈન પર ફરી વિચાર કરવાનું કહેવામાં આવશે.

નવા પોશાકનો વિરોધ

નવા પોશાકનો વિરોધ

જણાવી દઈએ કે સેનાના કેટલાય દિગ્ગજોએ સોમવારે માર્શલના નવા પોશાક પર વાંધો જતાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર આ પોશાકને લઈ કેટલાય લોકોએ મોટી સંખ્યામાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ આ પોશાકને સૈન્યનો પોશાક જેવો હોવાનું જણાવતાં તેને સેનાનું અપમાન ગણાવ્યું હતું. રાજ્યસભાના 250મા સત્રમાં માર્શલના નવા લીલા રંગના સૈન્ય જવાનો જેવા જ પોશાકમાં જોવા મળ્યા હતા.

જયરામ રમેશે મુદ્દો ઉઠાવ્યો

જયરામ રમેશે મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસી સાંસદ જયરામ રમેશ પણ નવા પોશાકને જોઈ દંગ રહી ગયા હતા. તેમણે સદનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમને બોલવાની મંજૂરી નહોતી આપવામાં આવી. જયરામ રમેશે કહ્યું કે એવું લાગે છે કે રાજ્યસભા પર માર્શલ લૉ લાગૂ કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હું આ મુદ્દાને ફરીથી સદનમાં ઉઠાવીશ. એટલું જ નહિ ભાજપના સાંસદ પણ આ મુદ્દાને સદનમાં ઉઠાવવાની તૈયારીમાં છે.

મહારાષ્ટ્રઃ દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક, સરકાર બનાવવા અંગે થશે ચર્ચામહારાષ્ટ્રઃ દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક, સરકાર બનાવવા અંગે થશે ચર્ચા

English summary
The new suit of Rajya Sabha marshal may be changed amid uproar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X