For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 5 દિવસ હજુ વધશે ઠંડી, જાણો શું કહ્યું હવામાન વિભાગે?

આવનારા અઠવાડિયામાં દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સિવાય હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાઓએ કરા પડી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે. કેટલાક રાજ્યોમાં ભારે ધુમ્મસને કારણે સ્થિતી બગડી રહી છે ત્યારે હવે હવામાન વિભાગે વધુ એક ટેન્શન વધારનારા સમાચાર આપ્યા છે. સામ આવી રહેલા સમાચાર અનુસાર હજુ આગામી 5 દિવસ ઠંડી વધવાની સંભાવના છે.

cold

ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આવનારા અઠવાડિયામાં દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સિવાય હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાઓએ કરા પડી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં તાપમાન 1 થી 3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે.

હવામાન વિભાગે આગળ જણાવ્યુ છે કે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં મીનીમમ તાપમાન 3 થી 5 ડિગ્રી વચ્ચે નોંધાયુ છે. આગામી 21 થી 25 જાન્યુઆરી વચ્ચે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરી શકે છે.

ઉત્તર-પશ્ચિમ ભારત ભારે ઠંડીની પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું કે, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અથવા બરફવર્ષા 21 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે અને 23-24 જાન્યુઆરીએ એક્સ્ટ્રીમ કંડીશન સાથે 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની ધારણા છે. જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં 23 અને 24 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ કરા પણ પડી શકે છે.

English summary
The next 5 days will increase cold, know what the meteorological department said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X