For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

No-confidence motion in Haryana: ખટ્ટર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ, હેડકાઉન્ટના માધ્યમથી થશે વોટિંગ

કોંગ્રેસ હરિયાણા વિધાનસભામાં રાજ્ય સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ આજે ભાજપ-જજપા ગઠબંધન સરકાર માટે મહત્વનો દિવસ છે કારણકે કોંગ્રેસ હરિયાણા વિધાનસભામાં રાજ્ય સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી રહી છે. જેના પર સંસદમાં બે કલાક સતત ચર્ચા બાદ હેડકાઉન્ટના માધ્યમથી વોટિંગ થશે. તમને જણાવી દઈએ કે બંને પક્ષના સભ્યોએ પોતાના બધા ધારાસભ્યોને આજે સંસદમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યુ છે. આમ તો ગઠબંધન સરકાર મજબૂત સ્થિતિમાં છે પરંતુ ખેડૂત આંદોલન માટે જે રીતે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર થઈ છે અને તે સતત અપક્ષ ધારાસભ્યો પર દબાણ બનાવી રહ્યા છે. એવામાં આજે સંસદમાં ક્રોસ વોટિંગ થવાના પણ અણસાર દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભાજપના સહયોગી પક્ષ જજપાએ પણ પોતાના ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યુ છે.

Haryana Vidhan Sabha

શું કહે છે સમીકરણ

તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે અને વર્તમાનમાં 88 સભ્યો છે. તેમાંથી ભાજપના 40, જજપાના 10 અને કોંગ્રેસના 30 સભ્ય છે. 7 અપક્ષમાંથી 5 સરકાર સાથે છે. આ ઉપરાંત એક ધારાસભ્ય હરિયાણા લોકહિત પાર્ટીના છે અને તે પણ સરકાર સાથે છે. હરિયાણાની ગઠબંધન સરકારનો દાવો છે કે તેની સાથે 55 ધારાસભ્ય છે અને તેમની સરકારને કોઈ જોખમ નથી. તમને જણાવી દઈએ કે અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષ કે વિપક્ષમાં કુલ 45 વોટ હોવા જોઈએ અને 2 કલાકની ચર્ચા બાદ જે મતદાન થશે અને તેની કાઉન્ટિંગ હેડકાઉન્ટ કરીને કરવામાં આવશે.

કોંગ્રેસનો વાર

અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી રહેલ કોંગ્રેસે સરકાર પર વાર કર્યો છે. પૂર્વ સીએમ અને પાર્ટીના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યુ છે કે રાજ્ય સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. અન્નદાતાના મુદ્દે દરેક ધારાસભ્યએ પહેલા પોતાના વિવેક-બુદ્ધિ સાથે કામ કરવુ જોઈએ. તેમણે પહેલા તેમના વિશે વિચારવુ જોઈએ જેના મતોથી જીતીને તે આજે ધારાસભ્ય બન્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા બાદ ખબર પડી જશે કે કોણ જનતા સાથે છે અને કોણ સરકાર સાથે.

શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ

અવિશ્વાસ પ્રસ્તાવ કે વિશ્વાસ મત એક વ્યવસ્થા છે જેના દ્વારા સરકારો એ સાબિત કરે છે કે તેમની પાસે સત્તામાં રહેવા માટે પૂરતા ધારાસભ્યો કે સાંસદોની સંખ્યા છે. વિશ્વાસ મત સરકાર ખુદ લાવે છે. અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષી પાર્ટીઓ લાવે છે. આ પ્રસ્તાવ સંસદમાં ત્યારે આવે છે જ્યારે વિપક્ષને લાગે છે કે સરકાર ગૃહમાં વિશ્વાસ કે બહુમત ગુમાવી ચૂકી છે. આવુ જ આજે કોંગ્રેસને લાગી રહ્યુ છે અને આના કારણે તે ભાજપ-જજપા ગઠબંધન સરકાર માટે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી છે.

બૉડી શેમિંગ પર વિદ્યા બાલન - મારા વજન માટે એટલુ કહેવામાં આવ્યુ કે મારા શરીરથી થવા લાગી હતી નફરતબૉડી શેમિંગ પર વિદ્યા બાલન - મારા વજન માટે એટલુ કહેવામાં આવ્યુ કે મારા શરીરથી થવા લાગી હતી નફરત

English summary
The No-Confidence Motion moved by the opposition Congress in Haryana Vidhan Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X