2014 લોકસભા ચૂંટણીમાં NDAની સરકાર બનવાની સંભાવના વધુ: શરદ પવાર

નવી દિલ્હી, 1 એપ્રિલ: એનડીએ, ભાજપ પર એનસીપી ચીફ શરદ પવારના સુર ફરી બદલાઇ ગયા છે. શરદ પવારે બુધવારે તાજા નિવેદનમાં કહ્યું કે એનડીએ ચૂંટણીમાં પહેલાં કરતાં સારું પ્રદર્શન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ એનડીએની કેન્દ્રમાં સરકાર બનવાની સંભાવના વધુ છે.

શરદ પવારે એમપણ કહ્યું હતું કે ભાજપ ચૂંટણી બાદ સિંગલ લાર્જેસ્ટ પાર્ટીના રૂપમાં ઉભરી આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પવારનું આ નિવેદન રાજકીય મહત્વ ધરાવે છે કારણ કે તેમણે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને જ્યારે એસઆઇટીમાંથી ક્લિનચીટ મળી ગઇ છે તો પછી 2002ના ગુજરાત રમખાણ કેસમાં દોષી કેવી રીતે છે. શરદ પવારને લઇને એમપણ અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ચૂંટણી બાદ સ્થિતીનો અંદાજો લગાવી સમર્થન કરી શકે છે.

sharad-pawar

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમનું ધ્યાન કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને હરાવવા પર કેન્દ્રિત છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે એનસીપી નેતા શરદ પવારની મંશા હતી કે તે એનડીએમાં સામેલ થઇ જાય, પરંતુ અમે તેમનો વિરોધ કર્યો અને તેમને એડીએમાં સામેલ થતાં અટકાવ્યા. ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે શરદ પવાર હંમેશા પોતાના બધા વિકલ્પ ખુલા રાખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X