Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આદિવાસી અને વિધવા હોવાથી સંસદ ભવનના ઉદઘાટનમાંથી રાષ્ટ્રપતિને બાકાત રાખવા સનાતન ધર્મ છે?: ઉદયનીધી સ્ટાલિન

Udhayanidhi Stalin On President Murmu: સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા સાથે સરખાવીને રાજકીય ખળભળાટ મચાવનાર તમિલનાડુના મંત્રી અને સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને મોટુ નિવેદન આપ્યું છે.

ઉદયનિધિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવી સંસદના ઉદ્ઘાટન માટે આમંત્રણ ન આપવાને સનાતન ધર્મ સાથે જોડ્યુ છે. હવે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવી સંસદની મુલાકાત માટે આમંત્રણ ન આપવું એ સનાતન ધર્મનું ઉદાહરણ છે.

Udhayanidhi Stalin

ઉદયનિધિએ મદુરાઈમાં કહ્યુ કે, 'નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓ (ભાજપ)ને ઉદ્ઘાટન માટે તમિલનાડુમાંથી અધિનામ મળ્યા હતા, પરંતુ ભારતના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયમાંથી છે. શું આ સનાતન ધર્મ છે? અમે તેની સામે અમારો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું.'

સનાતન ધર્મ અંગેના પોતાના નિવેદનના કારણે આક્રમક રહેલા DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. દરેક વ્યક્તિએ નવી સંસદની મુલાકાત લીધી, પરંતુ આપણા રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, એમ તેમણે મદુરાઈમાં ડીએમકે યુવા પાંખની બેઠકમાં જણાવ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને તેમના દાવાને પુનરોચ્ચાર કર્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે તે અનુસૂચિત જનજાતિ સમુદાયના હતા અને વિધવા હતા.

સનાતન ધર્મ પરના પોતાના નિવેદનને લઈને ચારેબાજુ રાજકીય હુમલાઓનો સામનો કરી ચૂકેલા ઉદયનિધિએ બુધવારે પાર્ટીની બેઠકમાં કહ્યું, "ગઈકાલે, કેટલાક હિન્દી કલાકારો આવ્યા અને નવી સંસદની મુલાકાત લીધી, પરંતુ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. શા માટે? કારણ કે તે આદિવાસી સમુદાયમાંથી છે, કારણ કે તે વિધવા છે. આને આપણે 'સનાતન ધર્મ' કહીએ છીએ."

પાર્ટી કાર્યકર્તાઓના એક કાર્યક્રમને સંબોધતા ઉદયનિધિએ કહ્યું કે ડીએમકે જન્મથી જ લોકોમાં સમાનતા માટે લડવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ સેંગોલને રજૂ કરવા તમિલનાડુના ધાર્મિક વડાઓને નવી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. પરંતુ દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X