OROP મુદ્દે સરકારે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવર રજુ કરતા સરકારે નારાજગી વ્યક્ત કરી
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે એટર્ની જનરલને કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ પાલન કરશે તો હાઈકોર્ટ પણ પાલન કરશે. તેમણે કવરને સંપૂર્ણપણે ન્યાયિક સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું.

નવી દિલ્હી : વન રેન્ક વન પેન્શન મુદ્દે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર પર નારાજ થઈ છે. વન રેન્ક વન પેન્શન મુદ્દે સરકાર તરફથી સીલ બંધ કવર રજુ કરાતા હવે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સીલ બંધ કવરને ન્યાયિક સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવ્યું છે. કોર્ટે આ સીલબંધ કવર સ્વીકારવાનો ઇનકાર કરતા પાછુ લેવા કહ્યું હતું.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અમે કોઈ ગોપનીય દસ્તાવેજો કે સીલબંધ એન્વલપ નહીં લઈએ અને વ્યક્તિગત રીતે તેની વિરુદ્ધ છીએ. કોર્ટમાં પારદર્શિતા હોવી જોઈએ. આ ઓર્ડર લાગુ કરવા વિશે છે. તેમણે કહ્યું કે, તે સીલબંધ એન્વલપ્સની પ્રથાને ખતમ કરવા માંગે છે.
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે એટર્ની જનરલને કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ પાલન કરશે તો હાઈકોર્ટ પણ પાલન કરશે. તેમણે કવરને સંપૂર્ણપણે ન્યાયિક સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું. ડીવાય ચંદ્રચુડે આગળ કહ્યું કે, તેનો આશરો ત્યારે જ લઈ શકાય જ્યારે તે કોઈ સ્ત્રોત વિશે હોય અથવા કોઈના જીવનને જોખમમાં મૂકે. તેમણે કહ્યું કે કોર્ટ પૂર્વ સૈનિકોને OROP લેણાંની ચુકવણી મુદ્દે સરકારની મુશ્કેલીઓ જુએ છે, પરંતુ કાર્યવાહીની યોજના જાણવાની જરૂર છે. કોર્ટની ટકોર બાદ એટર્ની જનરલે કોર્ટમાં રિપોર્ટ વાંચ્યો હતો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેંચ ભારતીય ભૂતપૂર્વ સૈનિક આંદોલન દ્વારા OROPની ચુકવણી અંગેની અરજી પર સુનાવણી કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે 13 માર્ચે ચાર હપ્તામાં OROP ચૂકવવા તેના એકપક્ષીય નિર્ણય બદલ સરકારની ટીકા કરી હતી.
રક્ષા મંત્રાલયે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ અને અનુપાલન નોટ દાખલ કરી હતી. આમાં જેમાં તપૂર્વ સૈનિકોને 2019-22 માટે 28,000 કરોડના લેણાંની ચુકવણી માટે સમય ટેબલ આપ્યુ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભૂતપૂર્વ સૈનિકોને OROP ચૂકવવા માટે 28 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે, 2019 થી OROP ની રકમ 30 માર્ચ સુધીમાં કુટુંબ પેન્શનરો અને વીરતા પુરસ્કાર વિજેતાઓને ચૂકવવામાં આવે. આ સિવાય 70 વર્ષથી ઉપરના ભૂતપૂર્વ સૈનિકો 30 જૂન સુધીમાં ચૂકવવાના રહેશે. આ સિવાયના બાકીનને 31 ઓગસ્ટ, 30 નવેમ્બર અને 28 ફેબ્રુઆરીએ ચુકવાશે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું કે, સંરક્ષણ મંત્રાલય દ્વારા OROP ચુકવણી માટે પૂછવામાં આવેલા એકપક્ષીય પત્રથી સંબંધિત છે, તે 15 માર્ચ સુધીમાં ચૂકવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે.












Click it and Unblock the Notifications
