હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે તપાસ પુરી કરવા સુપ્રીમ કોર્ટે SEBI ને ત્રણ મહિનાનો સમય આપ્યો, જાણો શું કહ્યું કોર્ટે?
અદાણી ગ્રુપની કંપનીઓ સામે છેત્તરપિંડીના ગંભીર આરોપો લગાવનાર હિંડનબર્ગ રિપોર્ટને લઈને હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે તપાસ માટે સેબીને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે સૂનાવણી કરતા ગૌતમ અદાણી ગ્રુપ સામે શોર્ટસેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોની તપાસ અંગે પોતાનો અહેવાલ રજૂ કરવા વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે રિપોર્ટ સબમિટ કરવા 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. કોર્ટ આ મામલે વધુ સુનાવણી 11 જુલાઈએ કરશે.
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ભારતીય ઉદ્યોગપતિ અને મોદીના નજીકના ગણાતા ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ પર દાયકાઓથી સ્ટોક હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો.
હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. માર્ચમાં આ અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સેબીને તપાસના આદેશ આપ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, સેબીએ તપાસ પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટ પાસે છ મહિના માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઇનકાર કરતા કહ્યું કે, હવે 6 મહિના આપી શકાય. કામમાં થોડી તત્પરતા રાખવાની જરૂર છે.
કોર્ટે કહ્યું કે, અમે ઑગસ્ટના મધ્યમાં આ બાબતે સૂચિત કરીએ છીએ અને ત્યારબાદ રિપોર્ટ લઈશું. લઘુત્તમ સમય તરીકે 6 મહિના આપી શકાય નહીં. સેબી અનિશ્ચિત સમય માટે વધુ સમય ન લઈ શકે અને અમે તેમને 3 મહિનાનો સમય આપીશું.












Click it and Unblock the Notifications
