'રેવડી કલ્ચર' મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
સુપ્રીમ કોર્ટે રેવડી કલ્ચર પર આદેશ આપ્યો છે અને આ કેસને 3 જજની બેચને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંનેએ પોતપોતાનો પક્ષ લીધો હતો.
સુપ્રીમ કોર્ટે રેવડી કલ્ચર પર આદેશ આપ્યો છે અને આ કેસને 3 જજની બેચને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંનેએ પોતપોતાનો પક્ષ લીધો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અરજદારે રાજ્યની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કર્યા વિના મુક્ત ઘોષણાનો મુદ્દો ઉઠાવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે.

ભારતના ચીફ જસ્ટિસે શું કહ્યું?
ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ નોંધ્યું હતું કે, ચૂંટણી પંચ અને સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. દલીલોમાં એવું કહેવામાંઆવ્યું હતું કે, લોકશાહીમાં વાસ્તવિક શક્તિ મતદાર પાસે છે.
મફત સુવિધાઓની ઘોષણાથી રાજ્યનું આર્થિક સ્વાસ્થ્ય બગડે તેવી સ્થિતિસર્જાઈ શકે છે. કોર્ટ સમક્ષ પ્રશ્ન એ છે કે, તે આવી બાબતોમાં કેટલી હદે દખલ કરી શકે છે. કોર્ટે આ મામલો ત્રણ જજની બેચને વિચારણામાટે મોકલી આપ્યો છે.

ત્રણ જજની બેચ આ કેસની સમીક્ષા કરશે
સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેસની જટિલતાને જોતા તે વધુ સારું રહેશે કે, ત્રણ જજની બેચ વર્ષ 2013માં આપવામાંઆવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા કરે. 2013ના તે ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે આવી ઘોષણાઓને ભ્રષ્ટ પ્રથા તરીકે ગણી ન હતી.

લોકશાહીમાં ખરી શક્તિ મતદારો પાસે હોય છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એ વાતને નકારી શકાય નહીં કે ચૂંટણી લોકશાહીમાં વાસ્તવિક શક્તિ મતદારો પાસે હોય છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે,મફત સુવિધાઓના મુદ્દાની જટિલતાને ધ્યાનમાં રાખીને આ મામલો ત્રણ જજની બેચને મોકલવામાં આવ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેચે જણાવ્યું હતું કે, એવી દલીલ કરવામાં આવી હતી કે એસ સુબ્રમણ્યમ બાલાજી VSતમિલનાડુ સરકાર વગેરેમાં સુપ્રીમ કોર્ટની બે જજની બેચ દ્વારા 2013ના ચુકાદા પર પુનર્વિચારની જરૂર છે.












Click it and Unblock the Notifications
