Supreme Court : સુપ્રીમ કોર્ટને મળ્યા બે નવા જજ, બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીની કરાઇ નિમણૂક
Supreme Court : હાઇકોર્ટના બે મુખ્ય ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર છે.
Supreme Court : કેન્દ્ર સરકાર દ્વારા ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ અને ન્યાયમૂર્તિ અરવિંદ કુમારના સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે મંજૂરી આપવામાં આવી છે.
કાયદા પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, ભારતના સંવિધાનમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા બે ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમને મારી શુભકામનાઓ.

જે બે મુખ્ય ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરવામાં આવ્યા છે, તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર છે. હવે સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા 34 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા પણ 34 છે.
31 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના છ સભ્યોના કોલેજિયમે આ બે નામ સરકારને મંજૂરી માટે મોકલ્યા હતા. આ અગાઉ 13 ડિસેમ્બર, 2022ના રોજ પાંચ જજોના નામની ભલામણ કરવામાં આવી હતી. આ પાંચ જજોએ 6 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા.
જેમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાના નામ સામેલ છે.












Click it and Unblock the Notifications
