સુપ્રીમ કોર્ટે ગુજરાતના 68 અધિકારીઓની બઢતી રોકી, જાણો કારણ
સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ સુરતના મુખ્ય ન્યાયિક મેજેટ્રેટ હરીશ હસમુખભાઇ વર્મા સહિત ગુજરાતના 68 નીચલી અદાલતોના અધિકારીઓની પદોન્નતિ પર રોક લગાવી દીધી છે. સુરતના મુખ્ય ન્યાયિક મેજેસ્ટ્રેટ હસમુખ વર્માએ જણાવ્યું હતું કે, તેમણે માનહાનિના એક કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા.
જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની સર્વોચ્ચ અદાલતની બેચે અવલોકન કર્યું હતું કે, ગુજરાત રાજ્ય ન્યાયિક સેવ નિયમો 2005 મુજબ, મેરિટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંત અને લાયકાતની પરીક્ષા પાસ કરવી એ પ્રમોશન દ્વારા અનુસરવું જોઈએ. વર્ષ 2011માં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અને જિલ્લા ન્યાયાધીશોની બઢતી માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આદેશ ગેરકાયદેસર છે અને આ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે, એમ બેચે જણાવ્યું હતું. તેથી તે ટકાવી શકાતું નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમે પ્રમોશન લિસ્ટના અમલ પર પ્રતિબંધ લગાવીએ છીએ. બઢતી પામેલા સંબંધિત અધિકારીઓને તેમની મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવે છે, જ્યાં તેઓ તેમની બઢતી પહેલા પોસ્ટ કરવામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો અને ન્યાયાધીશ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી સુનાવણી માટે યોગ્ય બેચ સમક્ષ આ બાબતને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ વરિષ્ઠ સિવિલ જજ કેડરના અધિકારીઓ રવિકુમાર મહેતા અને સચિન પ્રતાપરાય મહેતા દ્વારા જિલ્લા ન્યાયાધીશોની ઉચ્ચ કેડરમાં 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી.
જે 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારવામાં આવી છે, તેમાં સુરતના સીજેએમ વર્માનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં ગુજરાત સરકારના કાનૂની વિભાગમાં અન્ડર સેક્રેટરી અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મદદનીશ નિયામક તરીકે કાર્યરત છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા 13 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રાજ્ય સરકારને બે ન્યાયિક અધિકારીઓની અરજી પર નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશની ટીકા કરતા જણાવ્યું હતું કે, 68 અધિકારીઓને બઢતી આપવાનો આદેશ 18 એપ્રિલના રોજ એ જાણીને પસાર કરવામાં આવ્યો હતો કે, મામલો તેની સમક્ષ પેન્ડિંગ છે.












Click it and Unblock the Notifications
