તિહાર જેલ પર કોરોનાની અસર, 400થી વધુ કેદીઓને છોડ્યા
કોરોનાના કારણે ફેલાતા સંક્રમણને જોતા તિહાર જેલ પ્રશાસને 400થી વધુ કેદીઓને છોડી દીધા છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. શનિવાર સુધી કોરોનાના 918 કેસ સામે આવી ચૂક્યા છે. સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના ઘરોની અંદર રહેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. 14 એપ્રિલ સુધી લૉકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી છે. કોરોનાના કારણે ફેલાતા સંક્રમણને જોતા તિહાર જેલ પ્રશાસને 400થી વધુ કેદીઓને છોડી દીધા છે.

તિહાર જેલમાં ભીડ ઓછી કરવા અને કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે જેલ પ્રશાસને શનિવારે 400થી વધુ કેદીઓને છોડી દીધા. જેલ પ્રશાસને 28 માર્ચો 356 કેદીઓને અંતરિમ જામીન પર છોડી દીધા. વળી, 63 કેદીઓને ઈમરજન્સી પેરોલ આપવામાં આવી. આ અંતરિમ જામીનનો સમય 45 દિવસ માટે હશે. વળી, 63 કેદીઓને ઈમરજન્સી પેરોલ પર જામીન આપવામાં આવ્યા. આ કેદીઓને 8 અઠડવાડિયા માટે છોડવામાં આવ્યા છે.
તિહાર જેલની અંદર કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં આ સંક્રમણથી 900થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી, સમાચાર લખાવા સુધી 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના સંકટને જોતા દેશમાં 21 દિવસના લૉકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી છે. પરંતુ દિલ્લી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબથી મજૂરોનુ પલાયન સરકાર માટે મોટો પડકાર બની રહ્યુ છે.












Click it and Unblock the Notifications
