For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ - પછાત સમાજના ઉત્થાન માટે દિલ અને દિમાગ બદલવાની જરુર

રવિવારે કાનપુરના નાના રાવ પાર્કમાં મહર્ષિ વાલ્મિકી જયંતિના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સર સંઘચાલક મોહન ભાગવતે દલિત સમાજના લોકોને સંઘ સાથે જોડાવા અને સંઘની શાખાઓમાં આવવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

કાનપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવત ત્રણ દિવસના પ્રવાસે ઉત્તર પ્રદેશના કાનપુર પહોંચ્યા છે. રવિવારે કાનપુરના નાના રાવ પાર્કમાં મહર્ષિ વાલ્મિકી જયંતિના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સર સંઘચાલક મોહન ભાગવતે દલિત સમાજના લોકોને સંઘ સાથે જોડાવા અને સંઘની શાખાઓમાં આવવાની અપીલ કરી છે. અહીં તેમણે કહ્યુ કે માત્ર કાયદો પછાત સમાજની મદદ ન કરી શકે. તેમના ઉત્થાન માટે દિલ અને દિમાગમાં બદલાવની જરુર છે.

mohan bhagwat

તેમણે વધુમાં કહ્યુ, 'દેશને બંધારણ આપીને ડૉ. ભીમરાવ આંબેડકરે ટિપ્પણી કરી હતી કે જે પછાત છે, એને ત્યાં સુધી બધાને સમાન નહિ સમજવામાં આવે જ્યાં સુધી તે અન્ય સમાજ સાથે ઉઠવા-બેસવા ના લાગે. હકીકત એ છે કે કાયદો સ્થાપિત કરવાથી બધુ નહિ થાય. દિલ અને દિમાગ બદલવાની જરુર છે, કાયદાએ રાજકીય અને આર્થિક સ્વતંત્રતા જ આપી છે માત્ર.'

વાલ્મિકી સમાજ પર મોહન ભાગવતે કહ્યુ, 'જો આપણે મહર્ષિ વાલ્મિકી ના હોત તો આપણે ભગવાન રામ વિશે ના જાણતા. નારદજીએ તેમને રામાયણ લખવા માટે પ્રેરિત કર્યા હતા. વાલ્મિકી જયંતિ એ લોકો માટે મહત્વની છે જે માનવ બનવા માંગે છે. લોકો મહર્ષિ વાલ્મિકીની કરુણા, સમર્પણ અને કર્તવ્ય શીખી શકે છે.' મોહન ભાગવતે આ દરમિયાન વાલ્મિકી સમાજના સભ્યોને સંઘની શાખાઓમાં સામેલ થવા માટે અપીલ પણ કરી. તેમણે કહ્યુ, 'સંઘ વાલ્મિકી સમાજ સાથે મજબૂતીથી ઉભો છે, અમે પોતાની પૂરી ક્ષમતાથી તમારી સાથે છીએ. અમારા કાર્યકર્તા કોઈ પણ મુદ્દે મદદ માટે હાજર છે.'

વળી, એનસીબીના પ્રમુખ શરદ પવારે મોહન ભાગવતના સમાજમાં ભેદભાવ તરફ દોરી જતી વર્ષો જૂની જાતિ પ્રથાને ખતમ કરવાના આહ્વાનનુ સ્વાગત કર્યુ છે. પવારે કહ્યુ, આવા નિવેદનો વાસ્તવમાં લાગુ કરવા જોઈએ. કોઈ મુદ્દે માત્ર ચિંતા વ્યક્ત કરવી એ ઉકેલ નથી. એ અસરકારક રીતે અમલમાં આવવુ જોઈએ. તમને જણાવી દઈએ કે શુક્રવારે એક પુસ્તક વિમોચનના પ્રસંગે ભાગવતે જાતિ વ્યવસ્તાને ખતમ કરવાની વાત કહી હતી. ભાગવતે કહ્યુ હતુ, 'વર્ણ' અને 'જાતિ'ની અવધારણાઓને ભૂલી જવી જોઈએ...આજે જો કોઈ આના વિશે પૂછે તો સમાજના હિતમાં વિચારનારા સહુએ જણાવવુ જોઈએ કે 'વર્ણ' અને 'જાતિ' વ્યવસ્થા ભૂતકાળની એક વસ્તુ છે અને તેને ભૂલાવી દેવી જોઈએ.'

English summary
For the upliftment of backward societies, we need change not only by establishing laws, but by changing hearts and minds says RSS chief Mohan Bhagwat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X