ચંદ્રયાન 3ના કાઉન્ટડાઉનને અવાજ આપનાર મહિલા વૈજ્ઞાનિકનુ નિધન
Chandrayaan 3: ચંદ્રયાન 3ના પ્રક્ષેપણમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ દરમિયાન કાઉન્ટડાઉનને અવાજ આપનાર ઈસરોના વૈજ્ઞાનિક વાલરામથીનું અવસાન થયું. તમને જણાવી દઈએ કે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં ચંદ્રયાન 3 લ\ન્ચ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ચંદ્રયાન 3ના લેન્ડર મોડ્યુલ, જેમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો સમાવેશ થાય છે, તેણે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ છે. પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર તેની 14 દિવસની યાત્રા પૂર્ણ કર્યા બાદ શનિવારે નિષ્ક્રિય થઈ ગયું છે.

ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કર્યું. પ્રજ્ઞાન રોવરે ISRO સાથે ચંદ્રની સપાટી સંબંધિત ઘણી માહિતી શેર કરી હતી. પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર મેગ્નેશિયમ અને હાઇડ્રોજન સહિત ઘણા ખનિજોની હાજરી વિશે પણ માહિતી આપી છે. ચંદ્ર મિશન બાદ ભારતે સૂર્ય પર પણ પોતાનું મિશન લૉન્ચ કર્યું છે.












Click it and Unblock the Notifications
