PM Modi : ભારતના સંકલ્પો પર હવે વિશ્વાસ કરે છે દુનિયા - વડાપ્રધાન મોદી
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પહેલીવાર ભારતમાં મોટા સપના જોવાની હિંમત અને તેને સાકાર કરવાની ક્ષમતા છે. અગાઉની સરકારોના શાસન દરમિયાન ગરીબીની વાત થતી હતી.
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે, આઝાદી પછી પહેલીવાર ભારત હવે મોટા સપના જોવાનું સાહસ કરી શકે છે. આ સાથે આ સપનાઓને સાકાર કરવાની ક્ષમતા પણ રાખે છે. અમારા પહેલાની સરકારોના શાસનમાં ગરીબી અને દુનિયા પાસેથી માંગવાની ચર્ચાઓ થતી હતી.

અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પહેલીવાર ભારત મોટા સપના જોવા અને તેને પૂરા કરવાની હિંમત કરી રહ્યું છે. છેલ્લી સદીનો મોટાભાગનો સમય ગરીબી વિશે ચર્ચા કરવામાં, વિશ્વ પાસેથી મદદ માંગવામાં અને કોઈક રીતે જીવન નિર્વાહ કરવામાં પસાર કરવામાં આવ્યો છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર દુનિયાએ ભારતના સંકલ્પ પર વિશ્વાસ કર્યો છે.
ભારતને લઈને સકારાત્મક છે વિશ્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત વિશે વિશ્વમાં ઘણી સકારાત્મકતા છે. કારણ કે, આજે દરેકને લાગે છે કે, ભારત તેની ક્ષમતાનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યું છે. આજે ભારત અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી ભરેલું છે.
આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષો દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૌતિક અને સામાજિક માળખાના વિકાસ માટે ભવિષ્યવાદી દ્રષ્ટિ અને આધુનિક અભિગમ સાથે કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
