For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16 હજારનો દંડ ફટકારતા જીવ આપવા તૈયાર થયો યુવક, બાદ પોલીસે કર્યું આ કામ

16,000 રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ તેના પરિવારના સભ્યો સાથે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં આ વ્યક્તિએ તેના પર કેરોસીન છાંટીને પોતાની જાતને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

મેરઠ : સમાચાર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના છે. 16,000 રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ તેના પરિવારના સભ્યો સાથે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં આ વ્યક્તિએ તેના પર કેરોસીન છાંટીને પોતાની જાતને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસકર્મીઓએ તે માણસના હાથમાંથી કેરોસીન ભરેલી બોટલ છીનવી લીધી અને ત્રણેયને કસ્ટડીમાં લીધા અને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ત્રણેયને દંડ ફટકાર્યો હતો.

police

મળતી માહિતી મુજબ આ વ્યક્તિએ પોતાના પર કેરોસીન છાંટ્યું તેનું નામ રોહિત છે. રોહિત ગંગાનગર મવાના રોડ લાલ પાર્કનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 27 સપ્ટેમ્બરના રોજ રોહિત તેની માતા મૂકેશ દેવીની દવાઓ લેવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. તે બુલેટ બાઇક દ્વારા સાકેત પર પહોંચ્યો હતો. જ્યાં ટ્રાફિક પોલીસે તેને અટકાવ્યો અને તેને દંડ ફટકાર્યો હતો. ચલાનની રકમ 16 હજાર રૂપિયા હતી, જેના કારણે રોહિત અને ટ્રાફિક પોલીસ વચ્ચે વિવાદ થયો હતો.

28 સપ્ટેમ્બરના રોજ રોહિત તેના પિતા અશોક અને માતા મુકેશ દેવી સાથે એસપી ટ્રાફિકની ઓફિસ પહોંચ્યો અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર અનિલ કુમાર મિશ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હકીકતમાં રોહિતે આરોપ લગાવ્યો હતો કે, ઈન્સ્પેક્ટરે તેને એન્કાઉન્ટરની ધમકી પણ આપી હતી. જે બાદ ત્રણેય કમિશનર એફિસ પર પહોંચ્યા અને ટ્રાફિક પોલીસ સામે હોબાળો શરૂ કર્યો હતો. તેથી ત્યાં રોહિતે કેરોસીનની બોટલ કાઢી અને તેને પોતાના પર રેડી હતી.

જે બાદ પોલીસકર્મીઓએ રોહિત પાસેથી બોટલ છીનવી લીધી અને ત્રણેયને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ સ્ટેશન લાવીને ત્રણેયને દંડ ફટકારવામાં આવ્યો હતો. એસપી ટ્રાફિક વિનીત ભટનાગરે જણાવ્યું હતું કે, અવાજ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે ઝુંબેશ ચાલી રહી છે. કેરોસીન નાખીને આગ લગાડવાનો પ્રયાસ કરનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

English summary
After being fined Rs 6,000, the enraged man got into a scuffle with his family members. Not only that, the man also tried to set himself on fire by spraying kerosene on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X