MP Election : મધ્યપ્રદેશમાં બીજેપી સાથે મોટો ખેલ થવા જઈ રહ્યો છે, જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
મધ્યપ્રદેશમાં મોટા મોટા વાયદા કરીને જનતાને ગુમરાહ કરવાનો આરોપ લાગી રહ્યો છે તે શિવરાજસિંહની સરકારની છેલ્લી ગણતરી ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માટે મુશ્કેલી છે ત્યારે મધ્યપ્રદેશમાંથી પણ કોઈ સારા સમાચાર નથી. લેટેસ્ટ ઓપિનિયન પોલનું માનીએ તો બીજેપીનો ગરબો ઘરે આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં બીજેપી વાપસીનો દાવો કરી રહી છે તો કમલનાથ કહી રહ્યા છે કે, આ વખતે જનતા કોંગ્રેસને પસંદ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું છે કે, લોકો બીજેપીના હથકંડા સમજી ગયા છે. જનતા તેનો નિર્ણય કરે તે પહેલા જ જી ન્યૂઝના આંકડામાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.
મધ્યપ્રદેશમાં કોને કેટલી બેઠક?
કોંગ્રેસ : 132-146
ભાજપ : 84-98
અન્ય : 0-5
આ સર્વેમાં બીજેપીને એ સીટો પર નુકસાન થઈ રહ્યું છે જે તમામ સીટો જીતવાની આશા છે. ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં બીજેપી જનાધાર ગુમાવી રહી છે. આ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ગઢ માનવામાં આવે છે. તે કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા છે અને તેમની પાસે વિધાનસભામાં 34 બેઠકો છે.
આ બેઠકોમાંથી બીજેપી માત્ર 8-10 બેઠકો જીતી રહી છે. જ્યારે કોંગ્રેસને 24-26 બેઠકો મળી રહી છે. આ અંદાજને આંકડામાં ફેરવવામાં આવે તો તે ચોક્કસપણે ભાજપની સાથે સાથે સિંધિયા માટે પણ મોટો ફટકો હશે.
સર્વે અનુસાર, કોંગ્રેસને 46 ટકા અને બીજેપીને 43 ટકા વોટ મળી શકે છે. આ સિવાય અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે.
આ પહેલાની વાત કરીએ તો, 2018માં એમપીમાં કોઈને બહુમતી મળી ન હતી. પહેલા કોંગ્રેસે અપક્ષ ધારાસભ્યો સાથે સરકાર બનાવી પરંતુ આ સરકાર માત્ર 15 મહિનામાં પડી ગઈ અને પછી વર્ષ 2019માં બીજેપીએ સરકાર બનાવી.
2018ની ચૂંટણીમાં કોંગ્રેસને 114 બેઠકો, ભાજપને 109 બેઠકો, બસપાને 2 બેઠકો, સપાને 1 બેઠક અને અપક્ષોને 4 બેઠકો મળી હતી. જણાવી દઈએ કે આ સર્વે 28 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
