દક્ષિણ ભારતમાં નરેન્દ્ર મોદીનો જાદુ ફિક્કો પડી રહ્યો છે: સર્વે

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જાન્યુઆરી: આઇબીએન-સીએસડીએસે પોતાના સર્વેમાં આંધ્ર પ્રદેશ, કેરળ કર્ણાટક અને તમિલનાડુની જનતાનું મૂડ જાણવા સર્વે કરાવ્યો છે. ખાસ વાત એ છે કે આ રાજ્યોમાં કોંગ્રેસને ભાજપ પર બઢત મળતી દેખાઇ રહી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો જાદુ દક્ષિણમાં ફિક્કો પડતો દેખાઇ રહ્યો છે. હા ભાજપને મળનારા મતોમાં વધારો ચોક્કસ થઇ રહ્યો છે. 6 મહીનાના અંતરાલમાં ભાજપના વોટરો વધ્યા છે. આ રાજ્યોમાં ભાજપને 22-40 જ્યારે કોંગ્રેસને 36-62 બેઠકો મળતી દેખાઇ રહી છે.

તમિલનાડુમાં એડીએમકેનું રાજ છે. જયલલિતા મુખ્યમંત્રી છે સીએસડીએસે કરેલા સર્વે અનુસાર અત્રે 39 બેઠકોમાંથી 16 બેઠકો પર 909 લોકોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા. સર્વે અનુસાર જો હાલમાં ચૂંટણીઓ યોજાય છે તો એડીએમકેને 15થી 23 બેઠકો મળી શકે છે, જ્યારે ડીએમકેને માત્ર 7થી 13 બેઠકો મેળવીને સંતોષ માનવો પડશે. કોંગ્રેસની હાલત નબળી રહેશે.

બિનભાજપી વિસ્તારોમાં પણ મોદી પહેલી પસંદ: સર્વેબિનભાજપી વિસ્તારોમાં પણ મોદી પહેલી પસંદ: સર્વે

કર્ણાટક ચૂંટણીને લઇને સર્વેમાં રસપ્રદ પરિણામો સામે આવ્યા છે. કોંગ્રેસ શાસિત કર્ણાટકના સર્વે પરિણામો જણાવે છે કે બીએસ યેદિયુરપ્પાની વાપસી ભાજપ માટે ફાયદાકારક સાબિત નથી થઇ રહી. સર્વે અનુસાર જો હાલમાં કેરલમાં ચૂંટણી યોજાય તો યૂડીએફને 12થી 18 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં પણ જગનમોહન રેડ્ડીની સરકારથી લોકો ઘણા સંતુષ્ટ છે.

સર્વેના પરિણામો વિસ્તારથી જુઓ સ્લાઇડરમાં...

તમિલનાડુ

તમિલનાડુ

તમિલનાડુમાં એડીએમકેનું રાજ છે. જયલલિતા મુખ્યમંત્રી છે સીએસડીએસે કરેલા સર્વે અનુસાર અત્રે 39 બેઠકોમાંથી 16 બેઠકો પર 909 લોકોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા. સર્વે અનુસાર જો હાલમાં ચૂંટણીઓ યોજાય છે તો એડીએમકેને 15થી 23 બેઠકો મળી શકે છે, જ્યારે ડીએમકેને માત્ર 7થી 13 બેઠકો મેળવીને સંતોષ માનવો પડશે. કોંગ્રેસની હાલત નબળી રહેશે અને તેને માત્ર 1થી 5 બેઠકો જ મળતી દેખાઇ રહી છે. અન્યના હાથમાં 4થી 10 બેઠકો આવી શકે છે. અત્રે 60 ટકા લોકો જયલલિતા સરકારના કામકાજ અને 64 ટકા લોકો તેમનાથી સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. સર્વે અનુસાર એડીએમકેને 27 ટકા વોટ મળી શકે છે. જ્યારે 2009માં 25 ટકા મત મેળવનારી ડીએમકેને આ વખતે 18 ટકા વોટ મળી શકે છે. જ્યારે 2009માં માત્ર માત્ર 2 ટકા વોટ મેળવનાર ભાજપને આ વખતે 16 ટકા વોટ મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર 17 ટકા રહેવાનું અનુમાન છે.

કર્ણાટક

કર્ણાટક

કર્ણાટક ચૂંટણીને લઇને સર્વેમાં રસપ્રદ પરિણામો સામે આવ્યા છે. કોંગ્રેસ શાસિત કર્ણાટકના સર્વે પરિણામો જણાવે છે કે બીએસ યેદિયુરપ્પાની વાપસી ભાજપ માટે ફાયદાકારક સાબિત નથી થઇ રહી. કર્ણાટકની 28 બેઠકોમાંથી 13 બેઠકો પર 830 લોકોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા. પરિણામ અનુસાર કોંગ્રેસને કર્ણાટકમાં 10-18 બેઠકો મળે છે, ભાજપને 6-10 અને જેડીએસને 4-8 બેઠકો મળતી દેખાઇ રહી છે. વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસને અત્રે 42 ટકા, ભાજપને 32 ટકા, જેડીએસને 18 અને આમ આદમી પાર્ટીને 3 અને અન્યને 5 ટકા વોટ મળી શકે છે. અત્રે 71 ટકા લોકો સરકારના કાર્યથી સંતુષ્ટ છે. પૂર્વ સીએમ યેદિયુરપ્પા દ્વારા પાર્ટીમાં પરત ફરવાથી 50 ટકા લોકો નાખુશ છે અને 32 ટકા લોકો રાજી છે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશના સર્વે અનુસાર અત્રેની 42માંથી 24 બેઠકો પર જનતાના મત જાણવાની કોશીશ કરવામાં આવી. સર્વેમાં 1506 લોકોએ ભાગ લીધો. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસનું રાજ છે. સર્વે અનુસાર 42 બેઠકોમાંથી જગનમોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસના હાથે 11થી 19 બેઠકો લાગી શકે છે. ટીડીપી 9થી 15 બેઠકો પર જીત મેળવી શકે છે. કોંગ્રેસ માત્ર 9 બેઠકો, અનેટીઆરએસને 4થી 8 અને અન્યને શૂન્યથી 4 બેઠક મળી શકે છે.
2009માં 39 ટકા વોટ મેળવનારી કોંગ્રેસને માત્ર 24 ટકા વોટ મળવાની સંભાવના છે. ભાજપને 10 ટકા મળવાની સંભાવના છે. જ્યારે જગનમોહન રેડ્ડીની પાર્ટી વાઇએસઆર કોંગ્રેસને 22 ટકા, ટીડીપીને 21 ટકા, ટીઆરએસને 11 ટકા, આમ આદમીને 2 ટકા અને અન્યને 10 ટકા વોટ મળી શકે છે.

કેરળ

કેરળ

કરેળની 20 બેઠકોમાંથી 11 બેઠકો માટે સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં 807 લોકોએ ભાગ લીધો. સર્વે અનુસાર જો હાલમાં ચૂંટણી યોજાય તો યૂડીએફને 12થી 18 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે એલડીએફની 2થી 8 બેઠકો પર જીત મળવાની સંભાવના છે. કેરળમાં કોંગ્રેસ અને તેના સહયોગીની યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટની સરકાર છે.
મુખ્યમંત્રી ઓમન ચાંડીથી 57 લોકો સંતુષ્ટ છે. યૂડીએફને અત્રે 50 ટકા વોટ મળી શકે છે. એલડીએફ ગઇ વખત કરતા ઓછી 31 ટકા મત હાંસલ કરતી દેખાઇ રહી છે. ભાજપ માત્ર 9 ટકા, આમ આદમી પાર્ટી 5 ટકા અને અન્ય 5 ટકા વોટ મળવાની સંભાવના છે.

English summary
There is no Narendra Modi's wave in south India: Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X