For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભટકલની અકડ: કહ્યું વિસ્ફોટો તો થતા રહે છે, એમાં નવું શું છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી/પટણા, 30 ઑગસ્ટ: ઇન્ડિયન મુજાહિદ્દીનના કો-ફાઉન્ડર અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ અહમદ જરાર સિદ્દીબપ્પા ઇલિયાસ ઉર્ફ યાસીન ભટકલે પૂછપરછમાં પોતાની અકડ બતાવતા જણાવ્યું કે બોમ્બ વિસ્ફોટ તો થતા રહે છે, એમાં નવું શું છે. ગુરુવારે ભારત-નેપાળ બોર્ડરથી ધરપકડ કરાયા બાદ ભારતીય સુરક્ષા એજેન્સી તેની પૂછપરછ કરી રહી છે. તપાસ એજન્સીઓની પૂછપરછમાં યાસીને પોતાની ઓળખ છતી કરી.

બે વખત પોલીસને છેતરી ચૂકેલ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી યાસીનની ધરપકડ એક મોટી સિદ્ધિ સમાન ગણવામાં આવી રહી છે. યાસીનને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે બિહારના મોતીહારી લઇ જવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ગુરુવારે જણાવ્યું કે બિહાર પોલીસ પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ તેને દિલ્હી લાવવામાં આવશે.

ભટકલ ઉપરાંત અસ્દુલ્લાહ અખ્તર ઉર્ફ હડ્ડીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના પણ ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે નજીકના સંબંધો હતા. હડ્ડી યુપીના આઝમગઢના રહેનારા છે. જેની પર 10 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

બે ડર્જનથી વધારે બોમ્બ વિસ્ફોટમાં યાસીન ભટકલની ભારતીય સુરક્ષા એજન્સીઓને શોધ હતી. હાલમાં જ ધરપકડ કરાયેલા લશ્કર એ તયૈબાના આતંકી અબ્દુલ કરીમ ટુંડા બાદ ભારત માટે આ બીજી મોટી સિદ્ધિ છે.

યાસીનનું નામ પહેલી વાર 2008માં પૂણે અને મેંગલોરથી પકડવામાં આવેલા આઇએમ સાથે કરવામાં આવેલી પૂછપરછમાં સામે આવ્યું હતું. અધિકારીઓ અનુસાર વિસ્ફોટથી થોડા દિવસ પહેલા યાસીન પોતે ત્યાં રહેતો હતો, કારણ કે વિસ્ફોટોમાં કોઇ ઉણપ ના રહી જાય, અને તે વિસ્ફોટ કરનારની મદદ પણ કરતો હતો.

યાસીન ભટકલનો પરિવાર સાથે કોઇ સંબંધ નથી

યાસીન ભટકલનો પરિવાર સાથે કોઇ સંબંધ નથી

1973માં જન્મનાર યાસીન ભટકલ મૂળ કર્ણાટકના એક તટીય ગામ ભટકલનો રહેવાસી છે. તેનું પ્રાથમિક શિક્ષણ અંજુમન હમી એ મુસલમીન નામની મદરેસામાં થયું હતું. 1980ના દાયકાની શરૂઆતમાં તે પુણે આવ્યો હતો. ત્યારબાદ યાસીન શાહબંદરી ભાઇઓના નામથી કુખ્યાત રિયાજ અને ઇકબાલ ભટકલના સંપર્કમાં આવ્યો. તેમને જ ઇન્ડિયન મુજાહિદ્દીનની ઇંટ મુકી હતી. જો કે આ બંને ભાઇઓમાંથી યાસીન ભટકલનો પરિવાર સાથે કોઇ સંબંધ નથી.

ભટકલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતો નથી

ભટકલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતો નથી

યાસીન ભટકલ વિશે ગુપ્તચર એજન્સીના અધિકારીઓ ઘણીવાર જણાવે છે કે તેની ગતિવિધિઓ પર નજર રાખવી ઘણું મુશ્કેલ કામ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર યાસીન ભટકલને અત્યાધુનિક માહિતી ટેક્નોલોજીનો પ્રયોગ કરવો પસંદ નથી. તેના બદલામાં પરંપરાગત પદ્ધતિ જેમ કે વેશ બદલીને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવું અને નાસી છૂટવામાં માહેર છે.

દર પખવાડિયે ઠેકાણા બદલે છે

દર પખવાડિયે ઠેકાણા બદલે છે

ગુપ્તચર એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર 'એક એવો માણસ જે ઇમેલ કરતો નથી, દર પખવાડિયે ઠેકાણું બદલી દે છે, ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને મોબાઇલ ફોનનો થોડી સેકન્ડ માટે ઉપયોગ કરી સિમકાર્ડ નષ્ટ કરી દે છે, તેના પર કોઇપણ પ્રકારની નજર રાખવી મુશ્કેલ છે.

2008માં ધરપકડ

2008માં ધરપકડ

જો કે એકવાર યાસીન ભટકલ પોલીસની ધરપકડમાં પહેલાં પણ આવી ચૂક્યો છે. 2008માં જ્યારે કોલકત્તા પોલીસે તેને બનાવટી નોટોના એક મામલે ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા ત્યારે પોલીસ સંપૂર્ણ પણે અજાણ હતી આ માણસ ઇન્ડિયન મુજાહિદ્દીનનો માસ્ટરમાઇન્ડ છે. ત્યારે યાસીન ભટકલે પોતાના વિશે જાણકારી આપી હતી તે બિહારના દરભંગાનો રહેવાસી મોહંમદ અશરફ છે.

ભટકલની નેપાળની બોર્ડર પરથી ધરપકડ

ભટકલની નેપાળની બોર્ડર પરથી ધરપકડ

ભટકલને નેપાળની બોર્ડર પરથી એનઆઇએની ટીમે ધરપકડ કરી લીધી છે. યાસીન ભટકલ મધુબનીના માર્ગે બિહારથી ઘણીવાર નેપાળ જઇ રહ્યો હતો. એનઆઇએએ આ જાણકારીના આધારે યાસીન ભટકલને નેપાળથી ધરપકડ કરી લીધો હતો. 12 રાજ્યોની આતંક નિરોધક એજન્સી દ્વારા યાસીન ભટકલ વિરૂદ્ધ દાખલ આરોપ પત્રો મુજબ તે 2008થી થયેલા ઓછામાં ઓછા 10 બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે.

10 બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ

10 બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ

આ બોમ્બ બ્લાસ્ટ અમદાવાદ (2008), સુરત, (2008), જયપુર (2008), નવી દિલ્હી (2008), બનારસના દશાશ્વમેધ ઘાટ (2010) બેગલોંર ચિન્નાસ્વામી સ્ટેડિયમ (2010), પુણે જર્મન બેકરી (2011), મુંબઇ (2011), હૈદ્વાબાદ (2013) અને બેગ્લોર (2013)માં થયા હતા. તાજેતરમાં ગયાના મહાબોધિમાં સીરિયલ બ્લાસ્ટમાં પણ યાસીન ભટકલ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.

English summary
There is no new thing in bomb blast said most wanted terrorist Yasin Bhatkal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X