LPGથી લઈને FD સુધી આ તમામના નિયમોમાં આવશે ફેરફાર, જાણો તમારો ખર્ચો વધશે કે ઘટશે?

દર મહિનાની પહેલી તારીખ તેની સાથે ઘણા ફેરફારો લાવે છે, પરંતુ જાન્યુઆરીની પહેલી તારીખ નવા વર્ષની શરૂઆત પણ ઘણા ફેરફાર આવી રહ્યાં છે. આ દિવસથી દેશભરમાં ઘણા નિયમો લાગુ થશે, જેની અસર તમારા ખિસ્સા પર પડશે.

તેથી આ બાબતોને જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે માહિતીના અભાવને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ 1 જાન્યુઆરી, 2025 થી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે...

LPG સિલિન્ડરની કિંમતો: દર મહિનાની પહેલી તારીખે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને નવા ભાવ જાહેર કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડર (14.2 કિગ્રા)ના ભાવ સ્થિર છે. ચાલો જોઈએ કે જાન્યુઆરીમાં તેમની કિંમતોમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.

રેશનકાર્ડમાં ફેરફારઃ સરકારે રેશનકાર્ડ ધારકો માટે નવી વ્યવસ્થા લાગુ કરી છે, જેથી લોકોને વધુ પારદર્શિતા સાથે સુવિધાઓ મળી શકે, તેના નવા નિયમો લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કારની કિંમતમાં વધારોઃ દેશની ઘણી ઓટોમોબાઈલ કંપનીઓએ કારની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેમાં એકથી લઈને 3 ટકા સુધીનો વધારો સામેલ છે.

મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન: GST પોર્ટલની સુરક્ષા માટે MFA હવે ફરજિયાત છે જેના માટે હવે દરેકને તાલીમ આપવી જરૂરી છે.

newyearnewrules

એન્ડ્રાઈડ ફોનમાં WhatsApp: 1 જાન્યુઆરી, 2025 થી WhatsApp ઑપરેટિંગ સિસ્ટમના જૂના વર્ઝન પર ચાલતા ઘણા Android ફોનને સપોર્ટ કરશે નહીં. તેમાં સેમસંગ, એલજી, સોની, એચટીસી અને મોટોરોલા જેવી બ્રાન્ડના લોકપ્રિય મોડલનો પણ સમાવેશ થાય છે.

EPFO પેન્શનરો માટે નિયમોઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના નવા નિયમો લાગુ થશે, હવે તેઓ દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે.

UPI 123Pay ની મર્યાદામાં વધારો: ભારતીય રિઝર્વ બેંકે UPI 123Pay ની મર્યાદામાં વધારો કર્યો છે જે 1 જાન્યુઆરી, 2025 થી લાગુ થશે. તેની મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. હવે આના દ્વારા મોટા વ્યવહારો સરળ બનશે.

ગેરંટી વિના લોન સરળઃ ખેડૂતો માટે ચાલતી ગેરંટી વગરની લોનની યોજનામાં હવે મર્યાદા વધારીને તેની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે.

FD નિયમોમાં ફેરફાર: RBI એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) નિયમોમાં ફેરફાર કર્યા છે જે 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવશે.

નવા યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ નિયમો: 1 જાન્યુઆરી, 2025થી ભારતમાં યુએસ એમ્બેસી નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારોને કોઈ વધારાના શુલ્ક વિના એપોઇન્ટમેન્ટ મળશે.

17 જાન્યુઆરી, 2025 થી શરૂ થતા નવા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) નિયમો, H-1B પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવાનો હેતુ ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X